પંજાબ ભાજપ અધ્યક્ષ વિજય સાંપલા બોલ્યા, મારા રાજીનામાની વાત ખોટી

Jan 17, 2017 02:03 PM IST | Updated on: Jan 17, 2017 02:03 PM IST

નવી દિલ્હી #પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે ટિકીટ વહેંચણીને લઇને ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ સપાટીએ આવ્યો છે. મીડિયામાં ખબર સામે આવી હતી કે ટિકિટ વહેંચણીને લઇને પંજાબ ભાજપ અધ્યક્ષ વિજય સાંપવાએ રાજીનામું આપી દીધું છે. પરંતુ ગણત્રીના જ કલાકોમાં આ વાતને ખોટી ગણાવતાં એમણે કહ્યું કે, મારા રાજીનામાની વાત ખોટી છે. અમિત શાહને મળવા પહોંચેલા સાંપલાએ કહ્યું કે, આ એક માત્ર અફવા જ છે. હું પાર્ટી માટે જ કામ કરતો રહીશ.

એ પહેલા કહેવાતું હતું કે ટિકિટ વહેંચણીને લઇને પોતાની વાતને ધ્યાને ન લેવાતાં પંજાબ ભાજપ અધ્યક્ષ વિજય સાંપલાએ રાજીનામું આપ્યું છે. ખબર એ પણ હતી કે વિજય સાંપલાએ પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આપી દીધું છે.

પંજાબ ભાજપ અધ્યક્ષ વિજય સાંપલા બોલ્યા, મારા રાજીનામાની વાત ખોટી

દાવો એ પણ કરાતો હતો કે, સાંપલા પોતાના સંસદીય મત વિસ્તારની તમામ ચાર વિધાનસભા બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારવા ઇચ્છતા હતા. પરંતુ એમના એક પણ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી ન હતી. એમના જુથમાંથી માત્ર ફગવાડાથી સોમપ્રકાશ અને જલંધર વેસ્ટથી મોહિન્દર ભગતને જ ટિકિટ આપવામાં આવી છે. ટિકિટ ન મળવાને કારણે પંજાબ ભાજપના અન્ય બે નેતાઓ માસ્ટર મોહનલાલ અને સતપાલ ગોસાઇએ પણ રાજીનામા આપી દીધા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર