LIVE: પંજાબમાં મતદાને પકડી ગતિ, ગોવામાં 10 વાગ્યા સુધી રેકોર્ડબ્રેક 17 ટકા મતદાન

Feb 04, 2017 10:55 AM IST | Updated on: Feb 04, 2017 10:55 AM IST

નવી દિલ્હી #પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણીને લઇને મતદાન ચાલુ છે. એક જ તબક્કામાં આ બંને રાજ્યોમાં મતદાન થઇ રહ્યું છે. ગોવામાં 40 બેઠકો માટે અનં પંજાબમાં 117 બેઠકો માટે મતદાન ચાલુ છે. સવારે 10 વાગ્યા સુધીમાં ગોવામાં રેકોર્ડબ્રેક 17 ટકા મતદાન નોંધાયું છે જ્યારે પંજાબમાં પણ મતદાને ગતિ પકડી છે. મતદારોની લાંબી કતારો લાગી છે.

પંજાબના ચૂંટણી મેદાનમાં પોતાનું ભાગ્ય અજવાવા જઇ રહેલા 1145 ઉમેદવારોમાં 81 મહિલાઓ છે. એક ટ્રાન્સજેન્ડર પણ ચૂંટણી મેદાનમાં છે. પંજાબમાં ભાજપા શિરોમણી અકાલી દળ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે. ભાજપા 23 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે અને એમના ઉમેદવારોમાં માત્ર બે મહિલાઓ છે. શિરોમણી અકાલી દળ 94 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે અને એમાં 5 મહિલાઓ છે.

LIVE: પંજાબમાં મતદાને પકડી ગતિ, ગોવામાં 10 વાગ્યા સુધી રેકોર્ડબ્રેક 17 ટકા મતદાન

બંને રાજ્યોમાં પોલિંગ બુથની બહાર મતદારોની લાંબી કતારો લાગી છે. ગોવામાં પણજીમાં કેન્દ્રિય રક્ષામંત્રી મનોહર પારિકરે મતદાન કર્યું છે. પટિયાલા શહેરમાં કેપ્ટન અમરિન્દરસિંહએ પ્રતિદ્વંદ્વી અકાલી દળના ઉમેદવાર જનરલ જેજે સિંહએ પણ મતદાન કર્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર