પંજાબ ગોવા વિધાનસભા ચૂંટણી: જલંઘરમાં હરભજનસિંહે મત આપ્યો, ગોવાની ભાજપની જીતનો પારિકરનો દાવો

Feb 04, 2017 12:10 PM IST | Updated on: Feb 04, 2017 12:10 PM IST

નવી દિલ્હી #પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. બંને રાજ્યોમાં સવારથી જ મતદાનને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રોએ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. પંજાબમાં હરભજનસિંહે મતદાન કર્યુ હતું તો ગોવામાં કેન્દ્રિય મંત્રી મનોહર પારિકરે મતદાન બાદ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂટંણીને લઇને મતદાન ચાલી રહ્યું છે. એક જ તબક્કામાં આ બંને રાજ્યોમાં મતદાન થઇ રહ્યું છે ગોવામાં 40 વિધાનસભા બેઠકો અને પંજાબમાં 117 વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે.

પંજાબ ગોવા વિધાનસભા ચૂંટણી: જલંઘરમાં હરભજનસિંહે મત આપ્યો, ગોવાની ભાજપની જીતનો પારિકરનો દાવો

બંને રાજ્યોમાં સવારથી મતદાનને લઇને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોવાના પણજીમાં કેન્દ્રિય મંત્રી મનોહર પારિકરે મત આપ્યો હતો તો ક્રિકેટર હરભજનસિંહે પંજાબમાં મતદાન કર્યું હતું.

અમૃતસરમાં મત આપ્યા બાદ નવજોતસિંહ સિધ્ધુએ કહ્યું કે, કોંગ્રેસના વિરોધીઓને હરાવીને રાહુલ ગાંધીને આ મોટી ગિફ્ટ આપીશ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર