પલ્સ પોલિયો અભિયાનઃ84 લાખ બાળકોને બે ટીપાં પીવડાવાશે

Jan 29, 2017 06:00 PM IST | Updated on: Jan 29, 2017 06:00 PM IST

ગાંધીનગરઃરાજ્યમાં પલ્સ પોલિયો અભિયાનનો મુખ્યપ્રધાન વિજય રુપાણી અને આરોગ્યપ્રધાન શંકર ચૌધરીએ ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન હેઠળ 5 વર્ષ સુધીના 84 લાખ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવાશે.

રાજ્યના 1.71 લાખથી વધુ આરોગ્ય વર્કરો ઘરેઘરે ફરીને 5 વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેશે અને આ માટે સરકારે 37 હજારથી વધુ બુથ બનાવ્યા છે. રાજ્ય સરકારનો દાવો છે કે વર્ષ 2007 થી ગુજરાતમાં પોલિયોનો એકપણ કેસ નોંધાયો નથી અને રાજ્ય પોલિયો મુક્ત જ છે.

પલ્સ પોલિયો અભિયાનઃ84 લાખ બાળકોને બે ટીપાં પીવડાવાશે

જે પોલિયો ટાઇપ ટુ પ્રકારનો વાઇરસ મળ્યો હતો તે ડિએકટીવ હતો અને તે રસીનો વાઇરસ હતો. તેનાથી ચિંતા કરવાની કોઇ જરુર નથી. રાજ્ય પોલિયો મુક્ત રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.

સુચવેલા સમાચાર