રાજકોટના ચેતેશ્વર પૂજારાએ 1 વર્ષમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ કર્યો

Feb 09, 2017 05:03 PM IST | Updated on: Feb 09, 2017 05:03 PM IST

રાજકોટઃટીમ ઇન્ડીયાના બેસ્ટમેન અને રાજકોટના લોકલ બોય ચેતેશ્વર પુજારાએ ભારતના જ ખેલાડીનો રેકોર્ડ તોડી ઈતિહાસ રચ્યો છે. રાજકોટનો લોક બોય ચેતેશ્વરે ભારતના ભૂતપૂર્વ ખેલાડી ચંદુ બોડેનો ૫૦ વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ચંદુ બોડેએ વર્ષ ૧૯૬૪ - ૬૫ના એક જ વર્ષમાં ૨૧ મેચમાં ૧૬૦૪ રન બનાવ્યા હતા જેની સામે ચેતેશ્વરે એક વર્ષમાં ૧૯ મેચ રમી ૧૬૦૫ રન બનાવી ચંદુ બોડેનો ૫૦ વર્ષ જુનો રેકોર્ડ તોડી એક નવો રેકર્ડ સ્થાપિત કર્યો છે.

હાલમાં ચાલી રહેલી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચમાં પુજારાએ ૮૩ રન કરી રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ચેતેશ્વારના નવા રેકોર્ડથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ચેતેશ્વારના પિતા અને પત્નીએ પણ ચેતેશ્વારના નવા રેકોર્ડ પર અભિનંદન આપ્યા હતા અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર