જમાઈને આપે છે સુપર ક્લાસ સુવિધા અને પુત્રવધુને રસ્તે રઝળાવી

Apr 10, 2017 01:50 PM IST | Updated on: Apr 10, 2017 01:50 PM IST

અમદાવાદના પ્રસિદ્ધ શરાફી પેઢીની ઉચ્ચ શિક્ષિત વિધવા વહુ ન્યાય માટે કોર્ટમાં દર દર ભટકી રહી છે.ફેમિલી કોર્ટમાં આયોજીત રાષ્ટ્રીય લોક અદાલતમાં તેનો કેસ હોવા છતાં સસરાના વલણના લીધે તેમાં કોઈ ઉકેલ આવી શક્યો નથી.વિધવા પિડીતાનો આક્ષેપ છે કે, સાસરિયાઓએ છેતરપિંડી કરી લાખો રૂપિયા પચાવી પાડ્યા છે અને તેમના હકને છીનવી લીધો છે.

ઉચ્ચ શિક્ષિત અને મોટા ઘરની વિધવા પુત્રવધુનો આક્ષેપ છે કે, સાસરિયા દ્વારા તેને ઘરમાંથી તેના ત્રણ વર્ષના બાળક સાથે રઝળતી મૂકી દેવામાં આવી છે.સાસુ અને સસરા જમાઈને સુપર ક્લાસ સુવિધા આપે છે અને પુત્રવધુને રસ્તે રઝળાવી છે.તેના સાસુ-સસરાએ છેતરપિંડી કરીને તમામ નાણા પચાવી પાડ્યા છે.

જમાઈને આપે છે સુપર ક્લાસ સુવિધા અને પુત્રવધુને રસ્તે રઝળાવી

પિડીતાએ ફેમિલી કોર્ટમાં દાવો કર્યો છે કે તેના પતિના નિધન બાદ મળેલા લાખો રૂપિયા તેના સાસુ અને સસરાએ છેતરપિંડી કરીને પચાવી પાડ્યા છે.જેમાં તેના અને તેના દિકરાને ભાગ આપવામાં આવે, તે જે ફ્લેટમાં રહે છે તે તેના સ્વર્ગીય પતિએ ખરીદેલો છે, તેમાંથી તેને સાસરિયા પક્ષ વાળા કાઢી ન મૂકે અને મકાનના લોનના હપ્તા ભરે.જો કે ફેમિલી કોર્ટમાં પિડીતાના સસરાએ કહ્યુ છે કે, આ ઘરમાં તેને રહેવા દેવામાં આવે તો જ હપ્તા ભરે.આ ઉપરાંત પીડિતાનો દાવો છે કે, તેના પતિના નામે રહેલી સાસરિયા પક્ષની મિલકતમાં પત્ની અને દિકરાનો પણ હિસ્સો રહેલો છે તેથી તેને વેચી નાખવામાં આવે નહીં.

ભૂતકાળમાં હાઈકોર્ટે પિડીતાને રાહત આપેલી છે અને તેને ફ્લેટમાંથી કાઢી ન મૂકાય તે માટે સ્ટે આપેલો છે.મહત્વનુ છે કે પિડીતાના પતિનુ હાર્ટ એટેકના લીધે વર્ષ 2015માં નિધન થયુ હતુ.પિડીતા એ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે.

પ્રસિદ્ધ શરાફી પેઢીની ઉચ્ચ શિક્ષિત વિધવા વહુના ન્યાય માટે વલખાં

પિડીતાનો આક્ષેપ

સાસરિયાઓએ ત્રણ વર્ષના બાળક સાથે રઝળતી મૂકી

પતિના મૃત્યુ બાદ મળેલા નાણાં સાસરિયાઓએ પચાવી પાડ્યા

સાસુ અને સસરાએ છેતરપિંડી કરીને નાણા પચાવી પાડ્યા

જમાઈને આપે છે સુપર ક્લાસ સુવિધા અને પુત્રવધુને રસ્તે રઝળાવી

પિડીતાએ ફેમિલી કોર્ટમાં કરી અરજી

પતિના મૃત્યુ બાદ મળેલા નાણામાં ભાગ આપવામાં આવે

અન્ય મિલકતોમાં તેમનો હિસ્સો છે, તે વેચવામાં આવે નહીં

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર