રાજકોટઃવિવાદાસ્પદ PSI મારુનો ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત

Mar 31, 2017 11:05 AM IST | Updated on: Mar 31, 2017 11:05 AM IST

રાજકોટઃ રાજકોટના વિવાદાસ્પદ PSI મેહુલ મારૂએ ગઇકાલે મોડી રાત્રીના સુમારે ગળાફાંસો ખાઇને જીવન ટુકાવી દેતા ચકચાર મચી છે.પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મારૂએ આત્મહત્યા કરી લીધી છે.મેહુલ મારૂ પર યુવતિની છેડતીનો આરોપ હતો.

નોધનીય છે કે,રાજમોતી મીલના બ્રાંચ મેનેજરની હત્યા સંદર્ભે કોર્ટના આદેશ મુજબ મારુ સામે એસીપી દ્વારા તપાસ ચાલુ હતી.તો મારૂએ પ્રેમિકા ઘરે જઈને ધાંધલ ધમાલ કરી હાથની નસ કાપી નાખી હતી. આ કેસમાં તેમને સસ્પેન્ડ કરાયા હતા. પીએસઆઈ મેહૂલ મારુ પરિણીત હતા. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તેઓ રાજકોટ રહેતા હતા.

રાજકોટઃવિવાદાસ્પદ PSI મારુનો ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર