પાણી માટે બુટ પાલિસ,કેનાલમાં નઘરોડ તંત્ર નથી આપતું પાણી!

Apr 04, 2017 05:18 PM IST | Updated on: Apr 04, 2017 05:18 PM IST

અમદાવાદઃપાણી માટે ગાંધીગીરી આજે શહેરમાં જોવા મળી છે.નઘરોડતંત્રની બેદરકારીના કારણે આ વ્યક્તિએ બૂટ પોલીસ કરીને એસીમા બેસી રહેલા અધિકારીઓને આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો છે. વૈજ્ઞાનિક ગૌરવ પંડિતએ સરકારનો અનોખો વિરોધ કર્યો હતો તેણે રેલવે સ્ટેશન પર બેસી રાહદારીઓની બુટ પાલીસ કરી વિરોધ નોધાવ્યો હતો. નોધનીય છે કે,સુજલામ સુફલામ સ્પેડિંગ કેનાલ 10 વર્ષથી તૈયાર હોવા છતા પણ સરકાર ખેડૂતો માટે પાણી આપતી નથી જેથી ખેડૂતો પરેશાન બન્યા છે. જેને લઇ આ અનોખો વિરોધ કરાયો હતો.

kenal

પાણી માટે બુટ પાલિસ,કેનાલમાં નઘરોડ તંત્ર નથી આપતું પાણી!

વૈજ્ઞાનિક ગૌરવ પંડિતે ગામમાં પાણી ન મળવાથી ગાંધીગીરી શરૂ કરી છે અને રેલવે સ્ટેશન પર આવતા જતા રાહદારીઓના બુટ પોલિસ કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. ઘટના કંઇક એવી છે કે કરોડના ખર્ચ તૈયાર થયેલી  સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવતુ નથી અને સરકારને પણ અનેક વખત રજુઆત કરવા છતા પણ સરકાર સાંભળતી નથી.જેથી ના છુટકે આજે વૈજ્ઞાનિક ગૌરવ પંડિત દ્વારા રેલવે સ્ટેશન પર લોકોના જુતા પાલીસ કરીને વિરોધ નોંધાવ્યો છે.

...તો ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાના લોકોને થશે ફાયદો

2006-7માં ઉતર ગુજરાતની પ્રજાને આ યોજના અર્પણ કરવામાં આવી હતી.6500 કરોડના ખર્ચે 340 કિલો મીટર લાંબી કેનાલ તૈયાર થયેલ છે જે હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે.જો કે આ યોજનાનો લાભ મળે તો ઉતર ગુજરાતના 8 જિલ્લા અને 21 નદીને પાણી પુરુ મળી શકશે.પરંતુ એસી ચેમ્બરમાં બેઠેલા તંત્રને ક્યારે જગનતાતની ચિંતા થશે.અને ક્યારે આ કેનાલમાં પાણી આવશે તેના માટે જગતનો તાત રાહ જોઈએ રહ્યો છે.કેનાલમાં પાણી આવે તે માટે આ વૈજ્ઞાનિક ગૌરવ પંડિત ન શોભે તેવુ કામ કરીને વિરોધ નોંધાવ્યો છે.

 

સુચવેલા સમાચાર