ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા વડોદરામાં યોજાઇ ચર્ચા સભા

Mar 06, 2017 02:19 PM IST | Updated on: Mar 06, 2017 02:19 PM IST

વડોદરાઃએકબાજુ ગુજરાત સરકાર દારૂબંઘીનો અમલ કડક બનાવવા ખાસ કાયદાઓ બનાવી રહી છે. અને દારૂબંઘીનો કડક અમલ માટે કટિબઘ્ઘ હોવાનો દાવો કરી રહી છે તો બીજી બાજુ રવિવારે વડોદરામાં વિવાદસ્પદ રીતે અલકાપુરી કલબમાં રાજ્યમાં દારૂબંધી હટાવવાની માંગ સાથે ચર્ચા સભા યોજાઇ હતી. અને રાજ્યમાથી દારૂબંઘી હટાવવા માટે અેક અભિયાન ચલાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

ચર્ચાસભામાં ગુજરાતમાં દારૂબંઘીનો વિરોધ કરતા રાજ્ય સરકાર પર આરોપ લગાડવામાં આવ્યા કે છેલ્લા 55 વર્ષોથી ગુજરાતમાં ઠેરઠેર દારૂ છુટથી મળે છે અને દારૂબંઘીનાં કાયદાનો ખોટીરીતે ઉપયોગ કરી રાજ્યમાં ભષ્ટ્રાચાર વધી રહ્યો છે. ગેરકાયદેસર દારૂનાં વેપલા માં લઠ્ઠાકાંડ સર્જાય છે.

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા વડોદરામાં યોજાઇ ચર્ચા સભા

વડોદરાની અલકાપુરી કલબમા યોજાયેલ આ ચર્ચા સભામાં અનેક મહિલાઓ પણ ભાગ લિઘો હતો અને ગુજરાતમાં દારૂબંઘી નો વિરોઘ કર્યો હતો. તો કેટલાક લોકોએ દારૂબંઘી માંત્ર કાગળ હોવાનો ગંભીર આરોપ પણ લગાડવામાં આવ્યા હતા.

આ વિવાદસ્પદ કાર્યક્રમમાં ગુજરાતમાં દારૂબંઘી હટાવવા સાથે અભિયાનની શરૂઆત આગામી દિવસોમાં વિવાદ સર્જાઇ તેવા એંધાણ વર્તાય છે. જયારે આ કાર્યક્રમમાં દારૂબંઘી કેમ હટાવવી જોઇએ તે અંગે માહીતી આપતું પુસ્તકને પણ દર્શાવવામાં આવ્યું હતુ.

સુચવેલા સમાચાર