પીએમ મોદી ગુજરાતમાં : આજે દીવ, સોમનાથ અને ગાંધીનગરમાં કાર્યક્રમ

Mar 08, 2017 08:26 AM IST | Updated on: Mar 08, 2017 08:26 AM IST

ગાંધીનગર #ગઇ કાલે ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પણ આખો દિવસ ગુજરાતમાં રહેવાના છે. સવારે તેઓ દીવ જશે અને સોમનાથમાં પૂજા અર્ચના કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર પરત ફરશે અને અહીં દેશની મહિલાઓને સંબોધન કરવાના છે. જ્યારે સાંજે દિલ્હી જવા રવાના થશે.

બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ખાસ હેલિકોપ્ટર દ્વારા દહેજ આવ્યા હતા અહીં તેઓએ પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ ઓપેલની મુલાકાત લીધી હતી. બાદમાં તેઓ ભરૂચ ખાતે દેશના સૌથી લાંબા કેબલ બ્રીજના લોકાપર્ણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદી ગુજરાતમાં : આજે દીવ, સોમનાથ અને ગાંધીનગરમાં કાર્યક્રમ

પીએમ મોદીના આજના કાર્યક્રમ

8 માર્ચે સવારે 8 વાગે અમદાવાદ એરપોર્ટથી દીવ જશે પીએમ મોદી

9.30 વાગે સોમનાથ મંદિર પહોંચશે પીએમ મોદી

11 વાગ્યા સુધી સોમનાથ મંદિરે દર્શન કરશે પીએમ મોદી

11 વાગે ગાંધીનગર આવવા રવાના થશે પીએમ

2.30 વાગે મહાત્મા મંદિરે મહિલા સરપંચોની કોન્ફરન્સનું ઉદઘાટન કરશે

મહિલા સરપંચોને સંબોધન કરશે પીએમ મોદી

સાંજે 6 વાગે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે પીએમ મોદી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર