ભીમ એપ એ બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલિ છે : વડાપ્રધાન મોદી

Apr 14, 2017 05:42 PM IST | Updated on: Apr 14, 2017 05:43 PM IST

નાગપુર #બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 126મી જન્મજ્યંતિના અવસરે પીએમ મોદીએ નાગપુરમાં એમને શ્રધ્ધાંજલિ આપી. આંબેડકરની યાદમાં નાગપુરના મનકાપુર સ્ટેડિયમમાં આયોજિત ડિજિધન મેળામાં પીએમ મોદીએ હાજરી આપી. અહીં મોદીએ ભીમ એપ માટે એક નવી પેમેન્ટ સિસ્ટમની શરૂઆત કરાવી અને કાર્યક્રમમાં સભાને સંબોધતાં કહ્યું કે, જે લોકો ભીમ એપને પ્રમોટ કરશે એમને પૈસા કમાવવાની પણ તક મળશે.

મોદીએ કહ્યું કે, જો કોઇ ભીમ એપ બીજાને શીખવાડશે તો એને 10 રૂપિયા મળશે તો કોઇ દુકાનદાર પોતાની દુકાન પર ભીમ એપથી લેણ દેણ કરશે તો એને 25 રૂપિયા મળશે. આ યોજના 18 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે. પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે દેશને ડિજિટલ પેમેન્ટ તરફ લાવવાનો પ્રયાસ કરો અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધ દેશના સફાઇ અભિયાનમાં સમર્થન કરો.

ભીમ એપ એ બાબા સાહેબ આંબેડકરને શ્રધ્ધાંજલિ છે : વડાપ્રધાન મોદી

મોદીએ કહ્યું કે 2022 સુધી દરેક ભારતીય પાસે પોતાનું ઘર હોવું જોઇએ અને સરકાર આ દિશામાં કામ કરી રહી છે. પીએમએ આ અવસરે અન્ય કેટલીક યોજનાનું ઉદઘાટન કરાવ્યું અને કહ્યું કે દેશના લોકોને સ્વતંત્ર સેનાનીઓના સપનાઓને પુરા કરવાનો પ્રયાસ કરવો જોઇએ. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં દરેક ભારતીય પાસે ઘર હોવું જોઇએ.

મોદીએ કહ્યું કે, સૌથી ગરીબ પાસે પણ પોતાનું ઘર હોવું જોઇએ અને ઘરમાં વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ હોવી જોઇએ. ઘરની નજીકમાં હોસ્પિટલ અને સ્કૂલ પણ હોવી જોઇએ. મોદીએ બાબા સાહેબનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જીંદગીમાં સંઘર્ષોનો સામનો કરવા છતાં પણ એમનામાં થોડી પણ કડવાશ કે બદલાની ભાવના ન હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર