એક જીંદગી ઓછી પડે એવી વિવિધતાથી સભર છે આપણો દેશ: પીએમ નરેન્દ્ર મોદી

Jan 20, 2017 04:59 PM IST | Updated on: Jan 20, 2017 05:26 PM IST

કચ્છ #કચ્છમાં પ્રવાસન સમિટના પ્રારંભે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરતાં કહ્યું કે, આપણો દેશ યુવાઓનો દેશ છે. યુવાઓની શક્તિઓને પારખવી પડશે. યુવા શક્તિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વિચારવું પડશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં શું કહ્યું? જાણો

એક જીંદગી ઓછી પડે એવી વિવિધતાથી સભર છે આપણો દેશ: પીએમ નરેન્દ્ર મોદી

#કચ્છમાં પ્રવાસન સમિટનો પ્રારંભ

#તકલીફો વચ્ચે રહેવામાં મજા છે

#નિરંતર રમતોની સ્પર્ધા નહીં થાય તો સારા ખેલાડીઓ બહાર નહીં આવે

#આપણો દેશ યુવાઓનો દેશ, યુવા શક્તિઓને પારખવી પડશે

#યુવા શક્તિઓને ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવું પડશે.

જો આપણે આપણા રાજ્યોની વિવિધતાને અપનાવીએ તો પણ જીવન ઓછું પડે એમ છે. અહીં દક્ષિણમાં ભાતથી શરૂ કર્યું તો ઉપર જતાં ઘઉંમાં સુધી જવાય છે. પરંતુ આપણે આ વસ્તુઓ પર ધ્યાન નથી આપ્યું. જ્યાં સુધી આપણે રાજ્યની ઓળખ નહીં બનાવીએ તો નહીં ચાલે. હિમાચલ પ્રદેશમાં જાવ તો ત્યાં બોર્ડ છે કે અહીં મશરૂમ છે. એ સિટીને એમણે મશરૂમ સિટી તરીકે બ્રાન્ડીંગ કર્યું છે.

આજે વિશ્વમાં પ્રવાસન તેજ ગતિથી આગળ વધતો વ્યવસાય છે. તેજ ગતિથી વિકાસ થાય છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ વધી રહ્યો છે. ખર્ચ કરવા તૈયાર છે. ભારત જેવો દેશ વિશ્વમાં પ્રવાસન માટે વિકસાવી શકે છે. દુનિયાને શું જોઇએ? આપણા વિસ્તારમાં શું કરી શકાય? શું આપણે આ વિચાર કર્યો છે. યુરોપના ટુરીસ્ટને અહીં આકર્ષિત કરવા માટે શું કરવું જોઇએ એ વિચાર્યું નથી. દુનિયાના દરેક વર્ગને એક ચોક્કસ પ્રકારનું વલણ હોય છે. એ દિશામાં વિચાર કરવાની જરૂર છે.

પ્રવાસને વિકસાવવા માટે શું જોઇએ એ દિશામાં આપણા ત્યાં ઓછું વર્ક થયું છે. સાઇન બોર્ડની જ વાત કરીએ તો આપણા ત્યાં એ દિશામાં કંઇક કામ જ થયું નથી. ફોરેનર અહીં આવે તો એમની ભાષામાં અહીં સાઇન બોર્ડ છે ખરા? ટુરીસ્ટ ફ્રેન્ડલી એન્વાર્યમેન્ટ ઉભી કરી શક્યા નથી. ધોળાવીરા 5 હજાર વર્ષ જુની સંસ્કૃતિ છે. એમાં પણ સાઇન બોર્ડ છે, એ જોતાં એવું લાગે છે કે એ સમયે અહીં લોકો બહારથી આવતા હશે. આપણે આ દિશામાં વિચાર કરવાની જરૂર છે. ટુરીસ્ટ ડેસ્ટિનેશન પર અંગ્રેજી લોકો વધુ આવે છે તો ત્યાં સ્થાનિક ભાષામાં બોર્ડ હશે તો ટુરીસ્ટોને આકર્ષિત નહીં કરી શકીએ. ગ્લોબલ માર્કેટને પકડવા માટે આપડે ગ્લોબલ ભાષામાં માર્કેટિંગ બ્રાન્ડિંગ કરવું જ પડે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તો ટુરીસ્ટ નથી આવતા. ટુરીસ્ટ કેમ નથી આવતા તો કહેવાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ એક એવું દ્વંદ્ધ છે કે જે એકબીજાના પૂરક છે. માટે આ સમજવાની જરૂર છે. એક એવી વ્યવસ્થા ઉભી કરવા રાજ્ય સરકારોએ પણ સજાગ થવાની જરૂર છે.

પહેલા પોતાના રાજ્યોમાં જે છે એને હાઇલાઇટ કરો. રાજ્યો દ્વારા 10 ડેસ્ટિનેશન નક્કી કરે, જ્યાં યુનિવર્સિટી પ્રવાસ કરે, એ પછી ત્યાંના લોકો એ સ્થળે નાના પાયે વેપાર ધંધો શરૂ કરશે. ધીરે ધીરે કરતાં એ સ્થળ વિકસી જશે. શરૂઆતમાં 5 ડેસ્ટિનેશન નક્કી કરે અને શરૂઆતમાં સ્થાનિક લોકો દ્વારા જ એ સ્થળે જવામાં આવે તો અને તો જ એ સ્થળ ટુરીસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસી શકે એમ છે.

ગાઇડ માટે કોઇ કોર્ષ નથી, ગાઇડની સ્પેશિયલ ટ્રેનિંગ કેમ ન થાય? ગાઇડ પાસે આઇડી કાર્ડ કેમ ન હોય? એમને ડ્રેસ કોડ કેમ ન હોય? આ દિશામાં વિચારવાની જરૂર છે.

એક ભારત, શ્રેષ્ઠ ભારત 

ભારતને આગળ વધારવા માટે આ જરૂરી છે. આપણા દેશમાં કોઇ છોકરો કોઇ ફ્રેન્ચ, સ્પેનિશ ભાષા જાણે તો ગૌરવ લેશે. પરંતુ કોઇ દેશની જ અન્ય ભાષા શીખવામાં કોઇને રસ નથી દેખાતો. આ વિરાસત અંગે આપણે આપણા યુવાઓને આકર્ષિત કર્યા છે ખરા? જે દેશમાં સો ભાષાઓ બોલાતી હોય એ દેશમાં આ દિશામાં કામ કરવાની જરૂર છે. સરદાર પટેલ જ્યંતિના દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતનો પ્રારંભ કરાયો છે. બે રાજ્યો એમઓયૂ કરે છે. હરિયાણાએ તેલંગાણા સાથે એમઓયૂ કર્યું છે. હરિયાણામાં તેલુગુ ભાષાનો ફિલ્મ ફેસ્ટીવલ કેમ ન હોય? તેલંગાણા રાજ્યમાં હરિયાણવી ભાષાનો કાર્યક્રમ કેમ ન હોય? આ કાર્યક્રમ માટે રાજ્યો આગળ આવે.

એક અલગ અનુભવ થશે...

સાંજે રણમાં જાવ તો બની શકે તો પોતાના સાથીઓથી થોડા દુર જઇને એ વિરાટ રૂપને જોજો, સફેદ ચાદરને જોજો, નિરંતર આકાશને જોજો એક નવો અનુભવ થશે, આ જગ્યા એવી છે કે પહેલા અહીં એકલા જતાં અનેક દિવસો લાગતા હતા. આ હિન્દુસ્તાનનું આખરી ગામ છે. જેની આગળ કોઇ વસ્તી નથી અને એવા સ્થળે તમે મંથન કરવા આવ્યા છે. આ અવસરે આપને મારી શુભેચ્છાઓ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર