દેશમાં આપણે કેસરીયા ક્રાંતિ કરવાની છે : સોમનાથથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Mar 08, 2017 09:31 AM IST | Updated on: Mar 08, 2017 12:41 PM IST

સોમનાથ #બે દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ખાતે સંબોધન કરતાં તિરંગાના રંગો મુજબ ક્રાંતિ કરવા પર ભાર મુક્યો. તેમણે કહ્યું કે, આપણે દેશમાં કેસરિયા ક્રાંતિ કરવાની છે. સોલાર એનર્જી ક્ષેત્રે કાર્ય કરવાનું છે. ઉર્જાની ક્રાંતિ કરવાની છે.

સોમનાથ ખાતે વડાપ્રધાને કહ્યું કે, દેશના વિકાસમાં દરિયા કિનારો ઘણો ઉપયોગી સાબિત થશે. દરિયા કિનારે 45 હજાર કરોડનું રોકાણ કરાશે. કંડલાને સ્માર્ટ પોર્ટ બનાવાશે. 12 હજાર કરોડના ખર્ચે હાઇવે બનાવાશે

પીએમ મોદીએ કરી પૂજા અર્ચના

પીએમ મોદીએ બે હાથ જોડી દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના સમયે પીએમ મોદીની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.

સોમનાથમાં પીએમ મોદીનું સંબોધન

વિશ્વનાથ અને સોમનાથના આશિર્વાદ મળવા એ મારું સૌભાગ્ય

દેશના કામો પૂરા કરવાની દિશામાં આગળ વધ્યા

દેશના ગરીબોને તમામ લાભ મળે તેવા પ્રયાસ

જનધન યોજના હેઠળ કરોડો ખાતા ખૂલ્યા

21 કરોડ ગરીબોને RUPAY કાર્ડ આપવામાં આવ્યા

ગુજરાતના દરિયા કિનારે 45 હજાર કરોડનું મૂડી રોકાણ કરાશે

18 પોર્ટને આધુનિક બનાવવામાં આવશે

દ્વારકા-બેટ દ્વારકા વચ્ચે આઈકોનિક બ્રિજ બનાવવાની યોજના

500 કરોડના ખર્ચે આઈકોનિક બ્રિજ બનાવાશે

કંડલાને સ્માર્ટ પોર્ટ સિટી બનાવાશે

ભરૂચમાં જાહેર કરેલી યોજનાનો લાભ સૌરાષ્ટ્રને મળશે

કેટલાક સ્ટેટ હાઈવેને ભારત સરકાર નેશનલ હાઈવે બનાવશે

12 હજાર કરોડના ખર્ચે નેશનલ હાઈવે બનાવાશે

8 રાજ્યના ધોરીમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગ બનાવાશે

સોલાર એનર્જીની પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય

2022 સુધીમાં ભારતના ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

ખેડૂતોને નુકસાન ન થાય તે માટે મગફળીની નિકાસની છૂટ

દૂધ ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી કામગીરી ચાલી રહી છે

5 ગરીબ માછીમારો વચ્ચે બોટ ખરીદવા 50% સબસિડી અપાશે

માછીમારોને મુદ્રા બેંકમાંથી 1 કરોડ સુધીની સહાય મળશે

12 નોટિકલ માઈલથી આગળ માછીમારી કરવા આધુનિક બોટ અપાશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર