પટણાઃજોતજોતામાં નદીમાં ડૂબી ગઇ 24 જીંદગી,પીએમએ કરી સહાય જાહેર

Jan 15, 2017 12:16 PM IST | Updated on: Jan 15, 2017 12:16 PM IST

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટણામાં થયેલ હોડી દુર્ઘટના મામલે શોક વ્યક્ત કર્યો છે. અને બિહારની રાજધાની પટનાનો તેમનો રવિવારનો કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું કે પ્રધાનમંત્રીએ બિહારમાં થયેલ નૌકા દુર્ઘટનાને લઇ દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

bihar

પટણાઃજોતજોતામાં નદીમાં ડૂબી ગઇ 24 જીંદગી,પીએમએ કરી સહાય જાહેર

પીએમ મોદીએ મૃતકોના પરિવારોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2-2 લાખની સહાય તેમ જ ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. પટનામાં એનઆઇટી ઘાટ પાસે શનિવારે સાંજે લગભગ 40 લોકોથી ભરેલી હોડી ગંગા નદીમાં ડૂબી ગઇ હતી.અત્યાર સુધી 24 લોકોના મૃતદેહ ગંગા નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક લોકો હજુ પણ ગુમ છે.આ મામલે સોનપુર પોલીસ સ્ટેશનમાં બોટ ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.CM નીતીશ કુમારે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને ઘટના પર સતત ઘ્યાન રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો પતંગબાજી જોવા એકઠા થયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર