LIVE: લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોને લીધા આડેહાથ, શું કહ્યું? જાણો

Feb 07, 2017 12:39 PM IST | Updated on: Feb 07, 2017 04:09 PM IST

નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં આજે ફરી એકવાર દેશવાસીઓની શક્તિનો પરિચય કરાવ્યો, પીએમ મોદીએ કહ્યું કે, હું દેશના રાજનેતાઓને આહવાન કરૂ છું કે દેશવાસીઓની શક્તિને ઓળખીએ, જે પરિણામ આગળ મળ્યા નથી એ મળશે. દેશની તાકાત વધી જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,  લાલ બહાદુર શાસ્તીની ગરીમા હતી. દરેક હિન્દુસ્તાનીના દિલમાં હતા એ સમયે જ્યારે એમણે કહ્યું હતું તો દેશે અન્ન ત્યાગ માટે પહેલ કરી હતી. મોટા ભાગની કેન્દ્ર સરકારોએ રાજનેતાઓએ જનસામર્થ્યોએ ઓળખવું ભુલી ગયા છે. લોકતંત્ર માટે આ ચિંતાનો વિષય છે. મારા જેવા સામાન્ય માણસે કહ્યું હતું કે, જે સક્ષમ છે તેઓ ગેસ સબસીડી છોડી દે, એ વખતે ચૂંટણી 9 સિલિન્ડર કે 12 પર લડતા હતા મે તો માત્ર કહ્યું હતું તો પણ 1.20 કરોડ લોકો ગેસ સબસીડી છોડવા માટે આગળ આવ્યા. આ સવા સો કરોડ દેશવાસીઓની શક્તિઓનો પરિચય છે.

દેશની રાજનીતિમાં બેઠેલા લોકોએ આહવાન કરૂ છુ કે દેશની જનશક્તિને ઓળખો, ભારતને નવી ઉંચાઇ પર લઇ જવા માટે એક સકારાત્મક માહોલ બનાવી આગળ લઇ જવાની દિશામાં કામ કરીએ. જે આગળ પરિણામ નથી મળ્યા એ મળશે. દેશની તાકાત વધી જશે

બજેટ પહેલા કેમ આવ્યું?

આપણો દેશ ખેતીપ્રધાન છે. આપણે મેમાં બજેટની પ્રક્રિયાથી બહાર આવીએ છીએ. જૂનમાં વરસાદ આવવો શરૂ થઇ જાય છે. કામ કરવાનો સમય રહેતો નથી. છેવટે ડિસેમ્બરથી માર્ચ સુધી કેવી રીતે બિલ કપાય છે અને બજેટ વપરાય છે. આઝાદીના કેટલાય વર્ષો સુધી બજેટ સાંજે પાંચ વાગે આવતું હતું. સાંજે એટલા માટે આવતું હતું, કે યૂકેની પધ્ધતિથી આવતું હતું. અટલજીની સરકાર આવી તો સમય બદલાયો હતો.

પહેલા કેટલું ગયું, હવે કેટલું આવ્યું...

પહેલા ત્યાંથી અવાજ આવતો હતો કે, ટુજીમાં કેટલું ગયું, કોલસામાં કેટલું ગયું, આકાશમાં કેટલું ગયું, પરંતુ હવે એ અવાજ આવે છે કે મોદીજી કેટલું લાવ્યા, શું લાવ્યા, જીવનમાં આનાથી બીજો સંતોષ શું હોઇ શકે.

આ જ્ઞાન પહેલા કેમ ન થયું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની સરકારો અને કોંગ્રેસ સામે નોટબંધી મામલે નિશાન સાધતાં કહ્યું કે,  1988માં તમે બેનામી સંપત્તિનો કાયદો બનાવ્યો, તમને જે જ્ઞાન આજે થયું છે એ 26 વર્ષ સુધી એ કાયદાનું નોટીફાય ન કર્યું. જો એ કર્યું હોત તો દેશ જલ્દી સાફ થઇ જાત, એ કયા લોકો છે કે કાયદો બનાવ્યો પછી એમને જ્ઞાન થયું,

ગરીબો માટે લડતો રહીશ

પીએમ મોદીએ કહ્યું કે, તમે કોઇનું નામ આપવાથી બચી નહીં શકો. આ સરકારે કાયદો બનાવ્યો છે, દેશવાસીઓને કહેવા માંગુ છુ કે તમે ભલે ગમે તેટલા પણ મોટા ન હો, તમારે ગરીબના હકનું પરત આપવું જ પડશે, હું પાછો વળવાનો નથી. ગરીબો માટે લડતો હતો અને લડતો રહીશે.

અમને ચૂંટણીની નહી, દેશની ચિંતા છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઇન્દિરાજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે યશવંતરાવજી આ મામલે એમની પાસે ગયા હતા પરંતુ એમણે કહ્યું હતું કે, ચૂંટણી નથી લડવાની, અમને ચૂંટણીની ચિંતા નથી અમને દેશની ચિંતા છે એટલા માટે અમે આ પગલું ભર્યું છે. જ્યાં સુધી તમે ઉંડો ઘા નહીં કરો ત્યાં સુધી ચોખ્ખું નહીં થાય.

મોદીનો અભ્યાસ કરવો પડશે

પીએમ મોદીએ કહ્યું કે, નોટબંધીનો નિર્ણય કોઉ ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નથી. આ યોગ્ય સમયે જ લેવાયેલો નિર્ણય છે. આ માટે તમારે મોદીનો અભ્યાસ કરવો પડશે. આપણા દેશમાં દિવાળી એક એવો સમય છે કે જ્યારે દરેક વેપારી પોતાનો વેપાર ગોઠવીને બેઠો હોય છે અને એ દિવસોમાં રજાનો માહોલ હોય છે.

સુપ્રીમ કોર્ટે પણ સરકાર માટે કહ્યું હતું 

24 માર્ચ 2014ના રોજ સુપ્રીમ કોર્ટે એ સરકારને કહ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ કંઇ થયું નથી. સુપ્રીમ કોર્ટે એ સરકાર માટે આ કહ્યું હતું. પરંતુ અમે સરકારમાં આવ્યા પછી કામ શરૂ કરી દીધું છે. નોટબંધી, નવી આર્થિક નીતિ, ભ્રષ્ટાચાર સામે પગલાં, રિયલ એસ્ટેટ બિલ, જ્વેલરી ખરીદી બિલ સહિત વિવિધ મુદ્દે કામ કર્યું છે. મને દુખ થાય છે કે ઘણા નેતાઓએ મને પત્રો લખ્યા હતા કે સોનાની ખરીદી પર પાન કાર્ડ નો નિયમ રદ કરો, પરંતુ હું ગરીબો માટે કામ કરવા ઇચ્છું છું.

કાકા હાથ રસીની કવિતા સંભળાવું છું કે, અંતર પટમે ખોજીયે છિપા હુઆ હૈ ખોટ, મિલ જાયેગી આપકો બિલકુલ સત્ય રિપોર્ટ

સરકાર નિયમોથી ચાલે છે. બંધારણીય જવાબદારીઓથી ચાલે છે. જે નિયમ આપ માટે છે એ અમારા માટે પણ છે. નીતિઓની તાકાત પણ નિયત સાથે જોડાયેલી છે. જો નિયતમાં ખોટ હોય તો ઝીરો છોડો માઇનસમાં ચાલી જાય છે.

એવું કેમ થયું કે તમને જ્ઞાન ન હતું, પરંતુ મહાભારતમાં કહ્યું છે કે, ધર્મ શું છે એ તો તમે જાણો છો પરંતુ એ તમારી પ્રવૃત્તિ ન હતી. અધર્મ શું છે એ પણ તમે જાણતા હતા પરંતુ એ છોડવાનો તમારુ સામર્થ્ય ન હતું.

નેશનલ ઓપ્ટિકલ ફાયબર 2011થી ચાલી રહ્યું છે. 3 વર્ષમાં 59 ગામોમાં કામ થયું, એમાં પણ યોગ્ય કનેકટીવીટી ન હતી. હવે તમે જુઓ અમે બધા રાજ્યોને સાથે લીધા, સ્કૂલ, હોસ્પિટલ, પંચાયતને પ્રાથમિકતા આપી. પરિણામ એ આવ્યું કે, ઓછા સમયમાં 76 હજાર ગામોમાં કામ પુરૂ થયું.

રાજીવ ગાંધી કોમ્પ્યુટર લાવ્યા તમે જ કહો છો, પરંતુ તમે જ આજે કહો છો કે મોબાઇલ જ નથી. બીજી વાત બધા દેશવાસીઓ પાસે નથી. પરંતુ જેમની પાસે છે એમને તો આમાં જોડવા જોઇએ કે નહીં, એનો લાભ છે કે નહીં, આજે આપણા દરેક એટીએમ સંભાળવા માટે પાંચ પોલીસ, કરન્સી મોબીલાઇજેશન માટે રોજગારી મળે છે. જે કરી શકીએ છીએ એ માટે પ્રોત્સાહિત કરવાએ દરેકનું કાર્ય છે.

આ અચાનક નથી થતું, મહેનત કરવી પડે છે. સૂતેલા સિંહના મોંઢામાં પણ હરણ આવતું નથી. એને પણ શિકાર કરવો પડે છે.

કેટલાક મૂળભૂત પરિવર્તન કેવી રીતે આવે છે. રાજ્યોના ઇલેકટ્રીસીટી બોર્ડ મરણતોલ છે. વર્ષ 2014માં 2700 મેગા વોટ હતી એ હાલમાં અમે 9100 મેગા વોટ વીજ ઉત્પાદન કર્યું છે.

અમે એવું નથી કહેતા કે એલઇડી બબ્લ અમે લાવ્યા, એલઇડીથી વીજ બચત થાય છે એટલે અમે યોજના બનાવી. 21 કરોડ એલઇડી બલ્બ લગાવ્યા છે. પરિવારોમાં વીજ બિલમાં પણ ઘટાડો થયો છે. 11 હજાર કરોડ વીજ બિલમાં બચત કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર