ગાંધીનગર: હિરાબાના ઘર બહાર મહિલાઓએ રોષ ઠાલવ્યો, સહનશક્તિની હવે હદ થાય છે, વધુ પરીક્ષા ના લો

Feb 15, 2017 05:50 PM IST | Updated on: Feb 15, 2017 05:50 PM IST

ગાંધીનગર #નલિયાકાંડને લઇને કોંગ્રેસ દ્વારા ભાજપ સામે માછલા ધોવાઇ રહ્યા છે ત્યાં ગાંધીનગર કોંગ્રેસની મહિલા કાર્યકરોએ આજે સાંજે ઓચિંતા કાર્યક્રમ આપ્યો હતો. હિરાબાના આંગણે પહોંચી જઇ મોટા પોસ્ટ કાર્ડ સાથે આક્રોશ ઠાલવ્યો હતો કે હવે સહનશક્તિની હદ થાય છે, વધુ પરીક્ષા ના લો,

કોંગ્રેસ મહિલા કાર્યકરોએ પોસ્ટ કાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલા કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, આ ભાઇએ વચન આપ્યું હતું કે, તમને સંકટ આવે તો પોસ્ટ કાર્ડ લખજો, તમારા સંકટ દુર થઇ જશે. પરંતુ હવે આ ભાઇ કંસ જેવો લાગે છે. મહિલાઓએ આ પોસ્ટ કાર્ડ હિરાબાને આપવા આગ્રહ કર્યો હતો અને તેઓ દ્વારા વડાપ્રધાનને પહોંચાડવાની માંગ કરી હતી.

ગાંધીનગર: હિરાબાના ઘર બહાર મહિલાઓએ રોષ ઠાલવ્યો, સહનશક્તિની હવે હદ થાય છે, વધુ પરીક્ષા ના લો

વડાપ્રધાનના ભાઇ પંકજ મોદીના ઘર બહાર કરાયેલા આ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ દ્વારા મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

પોસ્ટ કાર્ડમાં મહિલાઓએ શું રાવ વ્યક્ત? 

અમારા ભાઇ નરેન્દ્ર મોદી, જય ભારત સાથે જણાવવાનું કે, આપે 11 વર્ષ પહેલા એક વચન આપ્યું હતું કે, તમને જ્યારે પણ સંકટ પડે ત્યારે તમારા આ ભાઇને એક પોસ્ટ કાર્ડ લખજો, તમારા સંકટ દુર થઇ જશે, પરંતુ અમને હવે આ ભાઇ કંસ જેવો લાગે છે. ગુજરાતી બહેનો અને દિકરીઓનું શોષણ થઇ રહ્યું છે અને દુનિયાભરની ફિકરો કરવા નીકળતા ફકીર સાહેબ, હવે સહનશક્તિની હદ થાય છે. વધુ પરીક્ષા ના લેતા, તમારો ભાઇ ધર્મ નિભાવો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર