હિંમતનગરમાં હાર્દિકની સભાને મંજૂરી નહી,1લાખ પાટીદારો સ્વાગત કરવા પહોચશે

Jan 16, 2017 02:39 PM IST | Updated on: Jan 16, 2017 03:31 PM IST

હિંમતનગરઃહાર્દિકના સ્વાગત માટે ગુજરાતના પાટીદારો હાલ તો તૈયારી કરી દીધી છે. હિંમતનગરમાં હાર્દિકની સભાને હજુ મંજૂરી મળી નથી.જો મંજુરી નહી મળે તો પણ સભા તો યોજાશે તેવું પાટીદારોનું કહેવું છે. પરતુ હવે પાટીદાર આદોલન પાર્ટ 3 કેવુ રહેશે તે તો આવતી કાલની સભા બાદ જ ખબર પડશે અને આંદોલન ક્યા સુધી પહોચશે આંદોલન પાર્ટ 3 નુ ભવિષ્ય એ તો આવતી કાલની સભામાં હાર્દિકના હુંકાર પરથી જ નક્કી કરશે.

સાબરકાંઠા મુખ્ય મથક હિંમતનગર ખાતે આવતી કાલે સભા યોજાશે. હજુ સુધી સભાની મંજુરી મળી નથી તો પણ પાટીદારો દ્રારા મોડાસીયા કડવા પાટીદાર સમાજવાળી ખાતે હાર્દિકનુ સ્વાગત કરીને સભા યોજશે. એક લાખ કરતા પણ વધુ પાટીદારો આ સભામાં હાજરી આપવા પહોચવાના હોવાનું સુત્રોનું કહેવું છે.

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે હાર્દીકની લાંબા સમય બાદ ગુજરાતમાં સભા યોજાનાર છે, હાઇકોર્ટના પ્રતિબંધ બાદ છ માસ ગુજરાત બહાર ગુજારીની હાર્દીક ઉદયપુર થી ગુજરાત પરત આવી રહ્યો છે અને જેને લઇને હિંમતનગરમાં તે સભા યોજનાર છે, જોકે સભાને લઇને હજુ સુધી પ્રશાસને મંજુરી આપી નથી પણ આમ છતાં પાસ ના મુજબ વિના મંજુરી એ પણ સભા યોજવામાં આવશે આ માટે અનેક વાર તંત્ર સામે રજુઆતો કરવા છતાં પણ હજુ સુધી મંજુરી અપાઇ નથી.

હાર્દીક સવારે સાડાસાત વાગ્યે ઉદયપુર સ્થિત તેના હંગામી નિવાસ સ્થાન થી નિકળશે અને ત્યાર બાદ તે ગુજરાત તરફ આવવા નિકળશે અને બાદમાં તે 12 કલાક બાદ તે રતનપુર બોર્ડર ખાતે પહોંચશે અને ત્યાં થી બે વાગ્યે તે હિંમતનગર પહોંચશે અને સભાને સંબોધીને ગાંધીનગર સ્થિત પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને આશીર્વચન લેવા માટે પહોંચશે.

હાર્દિક ઉદેપુરથી નિકળી રતનપુર સ્વાગત કરાશે અને હિંમતનગરમાં પણ તેનુ સ્વાગત કરાશે અને સભા યોજાશે ત્યાથી સભાને સંબોધીને ગાંધીનગર સ્થિત પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને આશીર્વચન લેવા માટે પહોંચશે

પુનામાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી સાથે મંચ પર હશે

17 તારીખે હાર્દિક સભા બાદ પુર્વ મુખ્યપ્રધાનને મળ્યા પછી ત્યાથી તે સીધો જ એરપોર્ટ પહોંચશે અને રાત્રે આઠ વાગ્યે હવાઇ માર્ગે પુના જવા રવાના થશે અને જ્યાં પુનામાં તે બીજા દીવસે છાત્ર પરીષદમાં ભાગ લેશે ત્યાં ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી અને કેન્દ્રીય પ્રધાન સાથે એક મંચ પર હશે.

મંજુરી મળે કે નહી મળે તો પણ સભા તો કરાશે

પાટીદાર અનામત આંદોલન સમિતી દ્રારા હિંમતનગર સ્થીત મોડાસીયા કડવા પાટીદાર સમાજ વાડીમાં સભાને લઇને તમામ તૈયારીઓ મંજુરીની અપેક્ષાએ આટોપી લેવાઇ છે અને આ માટે સ્વયંસેવકો પણ તૈયાર કરાયા છે ટ્રાફીક વ્યવસ્થાનુ  પણ સંચાલન કરશે.તો અહિ સભાની મંજુરી મળે કે નહી મળે તો પણ સભા તો કરાશે તેવું પાટીદારોનું કહેવું છે.

સાબરકાંઠામાં હાર્દિક પટેલનાં આગમનને પગલે કાર્યક્રમનું આયોજન

લાલજી પટેલ કાર્યક્રમમાં નહીં આપે હાજરી

SPGના તમામ હોદ્દેદારો કાગવડ ખોડલધામ સેવા માટે જશે

હાર્દિકના કાર્યક્રમના ખર્ચ પર લાલજી પટેલનું કટાક્ષભર્યું નિવેદન

લાલજી પટેલે કાર્યક્રમ પાછળ કરોડોનો ખર્ચ વ્યર્થ ગણાવ્યો

પાસ દ્વારા યોજાઈ પત્રકાર પરિષદ

'સવારે 7 કલાકે ઉદયપુરથી ગુજરાત આવવા નિકળશે હાર્દિક'

'ઉદયપુર ખાતે સરદાર પ્રતિમાને ફુલહાર કરી મંદિરે દર્શન કરી હાર્દિક નિકળશે'

'હાર્દિક સાથે એક હજાર ગાડીનો કાફલો રહેશે'

'હાર્દિક પટેલ કાફલા સાથે 11 કલાકે રતનપુર બોર્ડર પહોંચશે'

'બોર્ડર પર લાખો પાટીદારો હાર્દિકનું કરશે સ્વાગત'

'2 કલાકે હાર્દિક હિંમતનગર સભા સ્થળે પહોંચશે'

'સભામાં લાખો પાટીદાર સમાજના લોકો રહેશે ઉપસ્થિત'

'તમામ સમાજના લોકો રહેશે ઉપસ્થિત'

'આવતીકાલે હાર્દિક પૂણે ખાતે કાર્યક્રમમાં આપશે હાજરી'

વડોદરા સાવલીના ભાદરવા ખાતે સમૂહલગ્નનું આયોજનમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી

હાર્દિકના ગુજરાત આગમન મામલે જીતુ વાઘાણીનું નિવેદન

'ગુજરાતની પ્રજા રાજ્યના વિકાસને અવરોધનારાને ઓળખે છે'

'હાર્દિકના ગુજરાત આગમનથી કોઈ ફરક નહીં પડે'

'2017માં ભાજપનો વિજય નિશ્ચિત છે'

'પાટીદાર અનામત આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ છે'

'કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે તેથી અવરોધો ઉભા કરે છે'

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર