દેશમાં આજે ફરી જય જવાન અને જય કિસાન ના નારાની જરૂરઃતોગડિયા

May 13, 2017 01:45 PM IST | Updated on: May 13, 2017 01:45 PM IST

ભાવનગર ભરતનગરમાં રઘુકુલમાં વિશ્વ હિંદુ પરિષદના કાર્યક્રમાં શુક્રવારે હાજરી આપવા આવેલા પ્રવીણ તોગડિયાએ દેશન જવાન અને કિસાનની જે હાલત છે તેના પર રોષ વ્યક્ત કરી કહ્યું હતું કે આજે ફરી જય જવાન અને જય કિસાન નારાની જરૂર છે.

રઘુકુળમાં અલગ અલગ પ્રવૃતિઓનો તાલીમ ચાલી રહી છે જેમાં આવનાર દરેક લાભાર્થીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમાં પ્રવીણ તોગડીયાએ હાજરી આપી હતી અને બાદમાં પત્રકારો સાથે વાતચીતમાં રોષ પ્રગટ કર્યો હતો કે આજે દેશમાં જવાન અને કિસાન સુરક્ષિત નથી રહ્યા સરહદ પર પાકિસ્તાન જવાનના માથા વાઢીને લઈ જાય છે તો દેશમાં ખેડૂતોને ડુંગળી,મરચા જેવી ચીજોને ફેકી દેવાની સ્થિતિ આવી રહી છે ત્યારે દેશમાં પ્રથમ જવાન અને કિસાન ની ચિંતા કરવામાં આવે કારણ કે દેશ જવાન અને કિસાન સુખી હશે તો દેશ સુખી હશે.

દેશમાં આજે ફરી જય જવાન અને જય કિસાન ના નારાની જરૂરઃતોગડિયા

તો રામ મંદિર મુદ્દે પણ તેમને પ્રતિક્રિયા આપી હતી કે પહેલા જરૂરી આ છે તેની ચિંતા થાય તો અખિલેશ મુદ્દે અંતમાં કહ્યું હતું કે રાજકારણીઓ બોલ્યા કરે એના જવાબ અપાતા હશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર