પોસ્ટ ઓફીસમાંથી મળશે પાસપોર્ટ,દાહોદથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ

Jan 26, 2017 01:28 PM IST | Updated on: Jan 26, 2017 01:28 PM IST

દાહોદ: દાહોદ શહેરમા બુધવારે  ભારત સરકારના વિદેશરાજય મંત્રી જનરલ વી.કે. સિંહ તેમજ રાજય કક્ષાના કેંદ્રીય પ્રધાન જશવંતસિંહ ભાભોર ના હસ્તે દાહોદ પોસ્ટઓફીસમા પાસપોર્ટ સેવા કેંદ્રનુ લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે શહેર ના અગ્રણી ઓ હાજર રહયા હતા.

ભારત સરકારના શરુ થયેલ પાઈલોટ પ્રોજક્ટ અંતર્ગત આખા  ભારતમા બે જ જગ્યાએ શરૂ કરવામા આવ્યા છે. જેમા એક મૈસુર ખાતે અને ગુજરાતમા એક્માત્ર દાહોદથી આ પાયલોટ પ્રોજેકટની શરૂઆત કરવામા આવી છે. આજે દાહોદ  પોસ્ટઓફીસ મા ભારત સરકાર ના વિદેશરાજય મંત્રી જનરલ વી.કે. સિંહ તેમજ રાજય કક્ષાના કેંદ્રીય પ્રધાન શ્રી જશવંતસિંહ ભાભોર ના હસ્તે પાસપોર્ટ સેવા કેંદ્ર ના થયેલા લોકર્પણ થી પાસપોર્ટ ના કામ દાહોદ ખાતેથી જ થઈ શકશે.

પોસ્ટ ઓફીસમાંથી મળશે પાસપોર્ટ,દાહોદથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ

જે લોકો ના પાસપોર્ટ તૈયાર હતા તેમને આજરોજ નવા પાસપોર્ટ નુ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ તેમજ નવિ ૧૦૦ જેટ્લી અપોઈંટ્મેંટ પણ આપવામા આવી હતી. જેના કારણે પાસપોર્ટ માટે લોકો ને અમદાવાદ કે વડોદરા જવાની જરૂર નહી પડે.  જેનાથી લોકો નો સમય અને પૈસા બન્ને ની બચત થશે. દાહોદ જીલ્લા ની પ્રજા મા આ પ્રસંગે ખુશી નુ મોજુ ફરી વળ્યુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર