કંડલા પોર્ટ એક હજાર કરોડની લોન લેશે,સ્માર્ટ સિટી સાથે 180 એમએમટીનું લક્ષ્ય

Apr 17, 2017 12:42 PM IST | Updated on: Apr 17, 2017 12:42 PM IST

દેશનું છેલ્લા દસ વર્ષથી નંબર વન કંડલા મહાબંદરગાહ આગામી સમયમાં એક હજાર  કરોડની લોન લેશે. આ લોન અને પોતાની મુડીમાંથી 25 હજાર કરોડના ખર્ચે કંડલા સ્માર્ટસિટી અને કાર્ગો હેન્ડલિંગ 180 એમએમટી સુધી પહોંચાડવાનું લક્ષ્ય રખાયું છે. કેપીટીની ઈન્કમ ડોલરમાં હોવાથી આ લોન પણ ડોલરમાં જ વિદેશથી લેવાશે જેથી વ્યાજની રકમ ઘટશે અને ડોલરમાં જ લોન ચુકવી શકાશે.

કંડલા પોર્ટે આ વર્ષે 105 એમએમટી કાર્ગો હેન્ડલિંગ કર્યું છે.  આગામી સમયમાં વધતી માંગને ધ્યાને રાખીને કેપીટીએ વિવિધ સુવિધાઓ વધારવાનું નકકી કરેલ છે. જેને પગલે આંતર માંળખાંકિય સુવિધાઓ માટે   એક હજાર કરોડની લોન લેવાશે.

કંડલા પોર્ટ એક હજાર કરોડની લોન લેશે,સ્માર્ટ સિટી સાથે 180 એમએમટીનું લક્ષ્ય

kandla port2

આ ઉપરાંત  કેપીટી પાસે પોતાની પણ પુરાંત છે. આ રકમ મળીને કુલ્લ 25 હજાર કરોડના ખર્ચે  કંડલા સ્માર્ટસિટી અને 180 એમએમટી કાર્ગો હેન્ડલિંગ કરવાનું લક્ષ્ય રખાયું છે. આગામી 2020 સુધીમાં આ લક્ષ્ય પુરૂં કરીને કેપીટી પોતાનું નવું સ્થાન બનાવશે.  તાજેતરમાં  મળેલી કેપીટીની બોર્ડ મિટિંગમાં પણ આ લોન લેવાના એજન્ડા પર મંજુરીની મહોર મારી દેવામાં આવી છે.  આ માટે કંડલા પોર્ટ સ્ટેટ બેન્ક કેપિટલને સલાહકાર તરીકે જવાબદારી સોંપી છે.

આ એક હજાર કરોડની લોન  વિેદેશી નાણાંકીય સંસ્થા પાસેથી ડોલરમાં લેવામાં આવશે.  કેપીટી જવાજ અને કાર્ગો હેન્ડલિંગ માટે ડોલરમાં આવક મેળવે છે.  અને તેથી આ સંસ્થાની ડોલરની લોનનું ચુકવણું પણ ડોલરમાં કરી શકાશે. આથી કેપીટીને વ્યાજમાં લાભ મળશે.

નોંધનીય છે કે શિપિંગ મંત્રી નિતિન ગડકરીએ બંદરગાહોને  ઉંચા વ્યાજે ભારતીય રૂપિયામાં લોન લેવાને બદલે વિદેશી નાણાકીય સંસ્થાઓ પાસેથી  ડોલરમાં લોન લેવાથી ઓછા વ્યાજદરનો લાભ મળશે તેવી સુચન કર્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર