પોરબંદર:મીલ્કત વિવાદમાં ઉદ્યોગપતિ ભાઈ દ્વારા સગાભાઈ પર ફાયરિંગ

May 20, 2017 09:09 AM IST | Updated on: May 20, 2017 10:50 AM IST

પોરબંદરમાં ફિશીંગ ઉદ્યોગ શ્રેત્રે ઉદ્યોગપતી કાના ચમનુ મોટુ નામ રહ્યુ છે.ફિશીંગ એક્સપોર્ટસ સહિતના વ્યવસાયો સાથે જોડાયેલ આ ગ્રુપમાં છેલ્લા ઘણા સમયથી ભાઈઓ વચ્ચે

મીલક્તને લઈને ઝગડાઓ ચાલતા હોવાનુ સામે આવ્યુ હતુ.કાના ચમના પાંચ પુત્રો પૈકી રમેશ ચમ અને તેના મોટા ભાઈ પ્રેમજી ચમ વચ્ચે છેલ્લા 10 વર્ષથી મીલ્કત સંબધી જગડાઓ થતા હતા તેવામાં આજે આજે આ ઝગડાએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યુ હતુ.બોખીરા વિસ્તારમાં આવેલ ચમની ફેક્ટરી પર જ્યારે ફરિયાદી રમેશ ચમ અને તેમના જમાઈ સહિત લોકો ઓફિસ પર બેઠા હતા ત્યારે આ ઘટના બની હતી.ફરિયાદીના મોટા ભાઈ અને આ કેસના આરોપી એવા પ્રેમજી ચમ એકા એક ઓફિસે ઘસી જઈને મીલ્કત સબંધી ઉગ્ર ચર્ચા કર્યા બાદ એકા એક 6 જેટલા ફાયરિંગ પોતાની લાયસન્સ વાળી રીવોલ્વરમાંથી ફરિયાદી પર કરતા સદનસીબી તમામ ફાયર મીસ થતા કોઈ જાનહાની થઈ ટળી હતી.

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર