પોરબંદરઃવિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોને પોલીસ ઉચકીને લઇ ગઇ

Jan 05, 2017 07:28 PM IST | Updated on: Jan 05, 2017 07:28 PM IST

પોરબંદરઃ નોટબંધીના વિરોધમાં આજે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યુ છે ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે કાર્યકરો ઉગ્ર વિરોધ કરી અને કચેરીના ગેટ પર ચડી ગયા હતા. આખરે પોલીસે ઉચકી ઉચકીને કાર્યકરોને ડબ્બામાં પુર્યા હતા.

congi pb2

પોરબંદરઃવિરોધ કરતા કોંગ્રેસી કાર્યકરોને પોલીસ ઉચકીને લઇ ગઇ

નોટબંધીના કારણે લોકોને જે મુશ્કેલી પડી રહી છે તેના વિરોધમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહીત 300થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જિલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવા પહોચ્યા હતા.જો

કે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેક્ટર કચેરીની અંદર પહોચે તે પૂર્વે જ તેઓને ગેટ પર રોકીને અર્જુન મોઢવાડીયા સહીત 150થી વધુ કોગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરીને કમલાબાગ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

 

સુચવેલા સમાચાર