જય રણછોડના નાદ સાથે ડાકોર ગુજી ઉઠ્યું,મંગળા આરતીમાં ભક્તોનું ઘોડાપુર

Mar 12, 2017 11:41 AM IST | Updated on: Mar 12, 2017 01:20 PM IST

ખેડા : ખેડાજીલ્લાના યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ પદયાત્રી પૂનમની ઉજવણી સવારે ચાર કલાકની મંગળા આરતીથી થઈ છે.મંગળા આરતી માં મંદિરના દ્વાર ખુલતા જય રણછોડના નાદ સાથે પદયાત્રીઓ હર્ષોઉલ્લાસ થી રાજા રણછોડના નાદ સાથે મંદિરમાં પ્રવેશ્યા હતા. આરતી દરમિયાન જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.આરતી દરમિયાન પદયાત્રીના ઘોડાપુર ઉમટ્યું હતું

ફાગણસુદ બારસ થી શરુ થયેલ ફાગણી પૂનમ પદયાત્રા ઉત્સવ આજે તેની ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતમાંથી  પદયાત્રા કરી ડાકોરના ઠાકોરના દર્શને આવતા પદયાત્રી વહેલી સવારે સવારે મંદિર ના દ્વાર ખુલતા મંગળા આરતીમાં જાણે શ્રધ્ધાળુઓ નું ઘોડાપુર ઉમટયું હોય તેવા આધ્યાત્મિક દ્રશ્યો સર્જાયા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર