ચૈત્રી પૂનમઃલાખો શ્રદ્ધાળુ ધજા-માથે ગરબી લઇ અંબાજી પહોચ્યા

Apr 11, 2017 01:01 PM IST | Updated on: Apr 11, 2017 01:01 PM IST

ભારતદેશનાં 52 શક્તિપીઠોમાં સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીનો પણ અનેરો મહીમા છે. જ્યાં ચૈત્રી પુનમના રોજ માં અંબાના દર્શનનો વિશેષ મહત્વ માનવામાં આવે છે. આજે માં અંબા ના દર્શને લાખ્ખો પદયાત્રીઓ અંબાજી માં ઉમટી પડ્યાં હતા. ને અંબાજી નાં માર્ગો જયઅંબે નાં નાદ થી ગુંજી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુંઓ પોતાની બાંધા માનતા પુરી કરવાં હાથ માં ધજા ને માથે માંડવી ને ગરબી લઇ માં અંબા ના દરબાર માં પહોચ્યાં હતા.

padyatri

ચૈત્રી પૂનમઃલાખો શ્રદ્ધાળુ ધજા-માથે ગરબી લઇ અંબાજી પહોચ્યા

 

આમ તો પદયાત્રીઓ માતાજી નાં રથ સાથે નેજા એટલેકે ધજા લઇ ને આવે છે. પણ આ ચૈત્રી પુનમે શ્રદ્ધાળુંઓ ખાસ કરી ને માથે માંડવી ગરબી લઇને પોતાની રાખેલી બાંધા આંખડી પુર્ણ કરવાં અંબાજી પગપાળાં આવે છે. જેને ફુલો નાં ગરબા પણ કહેવામાં આવે છે. એટલુંજ નહીં આ ચૈત્રી પુનમ ને હવે લોકો બાધા ની પુનમ તરીકે પણ ઓળખવાં લાગ્યા છે. જે લોકો માતાજી નાં મંદિરે ટેક રાખી પરત ફરતાં હોય છે. ને જ્યારે તેમની ટેક પુર્ણ થતાં આ ચૈત્રી પુનમે માથે ગરબો લઇ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચતાં હોય છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર