અકબર મહાન કહેવાય તો મહારાણા પ્રતાપ કેમ નહીઃરાજનાથસિંહ

May 10, 2017 02:04 PM IST | Updated on: May 10, 2017 02:04 PM IST

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહએ કહ્યુ કે તેમને આશ્ચર્ય છે કે ઇતિહાસકારોને અકબરની મહાનતા તો નજર આવી પરંતુ રાજસ્થાનના વીર સપૂત મહારાણા પ્રતાપની મહાનતા નજર કેમ ન આવી. તેમણે કહ્યુ કે લાગે છે કે ઇતિહાસકારોથી આ ભુલ થઇ છે.

સિંહ પાલી જિલ્લાના ખારોકડા ગામમાં મહારાણા પ્રતાપની આદમકદ મુર્તિનું લોકાર્પણ કર્યા બાદ સમારોહમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યુ કે મને આશ્ચર્ય થઇ રહ્યુ છે કે ઇતિહાસકારોને અકબર તો મહાન દેખાય છે પરંતુ મહારાણા પ્રતાપની મહાનતા તેમને કેમ દેખાતી નથી. ઇતિહાસકારોને આ મામલે(મહારાણા પ્રતાપનું)સાચુ મુલ્યાકન કરવું જોઇએ.

અકબર મહાન કહેવાય તો મહારાણા પ્રતાપ કેમ નહીઃરાજનાથસિંહ

Photo: PTI

રાજનાથે મહારાણા પ્રતાપના અદભુત શૌર્ય અને સાહસની ચર્ચા કરતા કહ્યુ કે મહારાણા પ્રતાપે સંઘર્ષ કર્યો હરતો. તેમને ગાદી અને સત્તા વિરાસતમાં મળ્યા પરંતુ આ ગાદી ફુલોની નહી પરંતુ કાટાથી સજાવેલી હતી. ત્યાગ અને બલિદાનનું બીજુ નામ મહારાણા પ્રતાપ હતું. મહારાણાએ ક્યારેય સ્વાભિમાનને છોડ્યો નથી. આખા હિન્દુસ્તાને તેમને જનનાયક તરીકે સ્વીકાર કર્યો છે.

પાકિસ્તાનને મળશે જવાબ

કેન્દ્રીય મંત્રીએ પડોશી દેશ પાકિસ્તાનની ચર્ચા કરતા કહ્યુ કે પાકિસ્તાનને કાયરતા હરકત કરી છે. તેમણે કહયુ ભારત પર હુમલા પછી પાકિસ્તાની ધરતી પર ઘુસી આતંકવાદીઓનો સફાયો કરાયો છે. અને દુનિયાને સંદેશો આપ્યો છે કે જરૂર પડશે તો સીમા પાર જઇને પણ જવાબ આપીશું. રાજનાથે કહ્યુ પહેલી ગોળી આપણે નહી ચલાવીએ પરંતુ સામેથી ગોળી આવશે તો તેનો જડબાતોડ જવાબ અપાશે.

સુચવેલા સમાચાર