કોંગ્રેસે કહ્યું-દરેક મોરચે મોદી સરકાર નિષ્ફળ રહી,રોજ 35ખેડૂત કરે છે આપઘાત

May 16, 2017 01:08 PM IST | Updated on: May 16, 2017 01:08 PM IST

નરેન્દ્ર મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળને લઇ કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મંગળવારે પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સરકાર પર નિષ્ફળ રહ્યાનો આરોપ મુક્યો છે. તેમણે આ સરકારમાં સાંપ્રદાયિક સૌહાર્દ, દલિત સુરક્ષા અને ભાઇચારાનું નુકશાન થયાનું કહ્યુ છે.

સુરજેવાલાએ કહ્યુ કે દેશ ત્રણ વર્ષથી ઉઘાડા પગે ચાલી રહ્યો છે. નિષ્ફળતાના ઘાવ પર નફરતનું નમક છંટાઇ રહ્યુ છે. કવિતા વાચી કેન્દ્ર સરકારને આડેહાથ લીધી. ત્રણ વર્ષ 30 તિકડમ નામનો એક વીડિયો દેખાડી બીજેપી સરકારની અસફળતાઓ બતાવાઇ હતી.

કોંગ્રેસે કહ્યું-દરેક મોરચે મોદી સરકાર નિષ્ફળ રહી,રોજ 35ખેડૂત કરે છે આપઘાત

વીડિયોમાં દેખાડાયુ કે કેન્દ્ર સરકારે ત્રણ વર્ષમાં 30 તિકડમ કર્યા છે. દરેક મોર્ચે સરકારની હાર થઇ છે. ખેડૂતોને કરાયેલા વાયદા, પાક વીમો, કાળા નાણાનો મુદ્દો, મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાની સફળતા પર સવાલ ઉઠાવતા વાદાઓની વર્તમાન સ્થિતિ અંગે બતાવાયું હતું.

30 તિકડમોમાં બતાવાયું કે સરકારે ખેડૂતો માટે વાયદા પુરા નથી કર્યા દરરોજ દેશમાં 35 ખેડૂત આપઘાત કરવા મજબૂર છે. તમિલનાડુના ખેડૂતો દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યુ, પાક વિમા યોજનાનો વાયદો પણ પુરો ન કર્યો. વર્ષ2016માં વીમા કંપનીઓને 10 હજાર કરોડનો ફાયદો આપ્યો.

સ્કિલ ઇન્ડિયાની સફળતા પર સવાલ ઉઠાવતા વીડિયોમાં બતાવ્યુ કે યોજનામાં માત્ર 43 ટકા ફંડનો ઉપયોગ કરી શકાયો છે. કાળુધન વિદેશમાંથી લાવી 15 લાખ ગરીબોને આપવાનો મોદીનો વાયદો બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કર્યો તે પણ પુરો ન કર્યો તે પણ બતાવાયું છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર