દિલ્હીમાં 10 રૂપિયામાં મળશે ભોજનઃબીજેપીનો ચૂંટણી ઢંઢેરો

Apr 16, 2017 06:46 PM IST | Updated on: Apr 16, 2017 06:46 PM IST

દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ રવિવારે એમસીડી ચુંટણીને લઇ પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે.બીજેપીએ પોતાના સંકલ્પમાં દરેક વર્ગના લોકો પર ધ્યાન રાખવા પ્રયાસ કર્યો છે.

મનોજ તીવારીએ જાહેરાત કરી કે એમસીડીમાં આ વખતે કોઇ પ્રકારના કોઇ નવા ટેક્સ નહી લગાવાય. સાથે બીજેપીના સંકલ્પ પત્રમાં દિલ્લી વાસીઓને રૂ.10માં ભોજન આપવામાં આવશે. એમસીડીમાં ડિજિટલાઇજેશન બનાવા, દીલ્હીને કચરામુક્ત બનાવવું, ટ્રાફિક સમસ્યા હળવી કરવી.દરેક મહીને આરડબલ્યુએ-પાર્સદોની બેઠક પણ થશે.

દિલ્હીમાં 10 રૂપિયામાં મળશે ભોજનઃબીજેપીનો ચૂંટણી ઢંઢેરો

નોધનીય છે કે દિલ્હીના ત્રણ નિગમોમાં 23 એપ્રીલે ચુંટણી યોજવાની છે. જેમાં 1.10 લાખથી વધુ મતદારો પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કરશે. દિલ્હી નગર નિગમને 2012માં ત્રણ ભાગમાં કરાયું છે. ઉત્તર,દક્ષીણ અને પુર્વ નગર નિગમ બનાવાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર