મમતાનું માથુ વાઢી લાવનારને રૂ.11લાખ રૂપિયાનું ઇનામઃબીજેપી નેતા

Apr 12, 2017 06:36 PM IST | Updated on: Apr 12, 2017 06:36 PM IST

ઉત્તર પ્રદેશના અલીગઢના ભારતીય જનતા પાર્ટીના યુવા મોર્ચાના નેતાએ વિવાદિત નિવેદન આપ્યું છે. નેતા યોગેશ વાર્ષણેયે જાહેરાત કરી છે કે જે પણ કોઇ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું માથુ વાઢીને લાવશે તેને રૂ.11 લાખનું ઇનામ આપવામાં આવશે.

જો કે વિવાદ વધતા બીજેપીના નેતા યોગેશ વાર્ષણેયે પોતાના નિવેદનથી ફેરવી તોડ્યુ હતું. આ પહેલા વાર્ષણેયએ કહ્યુ કે મમતાએ પશ્વિમ બંગાળની વીરભૂમીમાં જે કર્યુ તે હૈવાન કૃત્ય છે.

મમતાનું માથુ વાઢી લાવનારને રૂ.11લાખ રૂપિયાનું ઇનામઃબીજેપી નેતા

તેમણે કહ્યુ હૈવાનોએ ધરતી પર ન રહેવું જોઇએ. એટલા માટે તેમનું મસ્તક કલમ કરી લાવનારને રૂ.11 લાખ આપવાની ઘોષણા કરી છે.

વાર્ષણેયએ કરી જાહેરાત

નોધનીય છે કે, હનુમાન જયંતિના દીવસે વીરભૂમ જિલ્લાના લોકોની ભીડની કાબુમાં કરવા પ્રશાસન દ્વારા લાઠીચાર્જનો આદેશ કરાયો હતો. જેમાં ઘણા લોકો ઘવાયા હતા. ઘટના પછી બીજેપી અને હિન્દુ સંગઠન કાર્યકર્તાઓ નારાજ થયા છે. ભારતીય જનતા યુવા મોર્ચા બીજેપીની યૂથવિંગ છે.

નિવેદન પર સંસદમાં હંગામો

મમતા સામે વાર્ષણેયની ટિપ્પણી પર બુધવારે સંસદમાં બરાબરનો હંગામો થયો. ટીએમસી નેતા સૌગત રોયએ એવી માંગ કરનારા નેતા પર શકત કાર્યવાહીની માંગ કરી છે. ટીએમસીએ કહ્યુ કે, બીજેપીએ વાર્ષણેય સામે કાર્યવાહી કરી તેના નિવેદનની પણ નિંદા કરવી જોઇએ.

સુચવેલા સમાચાર