સુપરસ્ટાર રજનીની રાજકારણમાં આવવાની અટકળો, નિવાસસ્થાને સુરક્ષા વધારાઇ

May 22, 2017 02:09 PM IST | Updated on: May 22, 2017 02:09 PM IST

સુપરસ્ટાર રજનીકાંત રાજનીતીમાં આવી રહ્યા હોવાની અટકળો પછી તેના ઘર બહાર પ્રદર્શન કરવાની એક સંગઠન દ્વારા ધમકી અપાઇ છે. સીએનએન- ન્યુઝ18 અનુસાર ચેન્નઇમાં તેમના ઘર બહાર પોલીસ સુરક્ષા વધારી દેવાઇ છે. આ પહેલા શુક્રવારે ન્યુઝ18 સાથે વાતચીતમાં રજનીએ કહ્યુ હતું , જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તેઓ રાજનીતિમાં આવશે.

ચાહકો સાથે મુલાકાત દરમિયાન ગત દિવસોમાં તેમણે તમિલનાડુની રાજનીતિમાં આવવાના સંકેત આપ્યા હતા. કહેવાય છે કે આ સિલસિલામાં તે જડપથી પીએમ નરેન્દ્ર મોદીને મળી શકે છે. ચર્ચા છે કે બીજેપીમાં તેઓ જઇ શકે છે. આ વચ્ચે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું એક નિવેદન પણ ચર્ચાને બળ આપી રહ્યું છે.

સુપરસ્ટાર રજનીની રાજકારણમાં આવવાની અટકળો, નિવાસસ્થાને સુરક્ષા વધારાઇ

અમિત શાહએ કહ્યુ કે બીજેપીમાં રજનીકાંતનું સ્વાગત છે. પરંતુ રાજનીતીમાં આવવાને લઇ પહેલા સુપરસ્ટારને જ નિર્ણય કરવો પડશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર