વલસાડઃપોલીસકર્મીએ શરૂ કર્યો દારૂનો ધંધો,કોણ છે જાણો

Apr 23, 2017 09:14 AM IST | Updated on: Apr 23, 2017 09:14 AM IST

વલસાડમાં હાઇવે પર ગુંદલાવ નજીક પોલીસ હેડ ક્વાર્ટરનો ASI દારૂની ખેપ મારતા ઝડપાયો છે.સુરત આર.આર. સેલએ કાર્યવાહી હાથ ધરી છે.આરોપી ASI અલ્ટો કારમાં દારૂની હેરાફેરી કરી રહ્યો હતો .49 હજારના વિદેશી દારૂ અને કાર સાથે ASIની ધરપકડ કરાઇ છે.

રાજ્યમા દારૂબંધીના કડક કાયદાના અમલ બાદ પણ દારૂની હેરાફેરી પર રોક હજુ સુધી લાગી નથી.પડોશી સંઘ પ્રદેશ દમણથી ગુજરાતમા દારૂબંધીને ડામવા પોલીસ પહેરો વધી જતા હવે બુટલેગરો ગમે તે ભોગે દારૂની હેરાફેરી કરવાથી રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે.જોકે પોલીસનીં કડકાઈ વધતા દમણથી ગૂજરાત માં દારૂ નીં હેરાફેરી પર થોડા અંશે રોક લાગી રહી છે.જોકે દારૂ નીં હેરાફેરી રોકવા મથતી ખાખી વર્દી પણ દારૂનીં ખેપમાં થતી લાખોનીં કમાઈથી અંજાઈને જાણે ખુદ દારૂનીં હેરાફેરી કરીમાં લાગી ગઇ હોય એમ લાગી રહ્યુ છે.

વલસાડઃપોલીસકર્મીએ શરૂ કર્યો દારૂનો ધંધો,કોણ છે જાણો

સુરત આરઆરસેલની ટીમ બાતમીને આધારે વલસાડ નજીક ગુંદલાવ નેશનલ હાઇવે 8 પર સઘન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક કારને શંકાસ્પદ હાલત ઝડપી હતી.ઝડપાયેલ અલ્ટો કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો હતો.જોકે ચોંકવનાર બાબત એ છે આ વખતે વિદેશી દારૂની ખેપ મારનાર વલસાડ પોલીસ હેડ કવોટરમાં એએસઆઇ તરીકેફરજ બજાવતૉ જયંતિ પટેલ હતો . આમ ખાખી વર્દીનીં આડમાં દારૂનીં ખેપ મારતા બુટલેગર પોલીસવાળાને સુરત આર આર સેલ નીં ટીમ ના હાથે ઝડપાઈ ગયો હતો.

સુચવેલા સમાચાર