રાજપીપળાઃસિવિલમાં ડોક્ટર ન હોવાથી પોલીસ જવાનોને વડોદરા દોડવું પડ્યું!

May 11, 2017 02:14 PM IST | Updated on: May 11, 2017 02:14 PM IST

નર્મદા જીલ્લામાં માત્ર એક સરકારી જનરલ  હોસ્પિટલ આવેલી છે. જેમાં રોજનાં 1000થી પણ વધુ ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ  ડોકટરોના અભાવના કારણે તેમજ કેટલાક ડોક્ટરોની બેદરકારીના કારણે ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થાય છે.

rajpipda

રાજપીપળાઃસિવિલમાં ડોક્ટર ન હોવાથી પોલીસ જવાનોને વડોદરા દોડવું પડ્યું!

રાજપીપલા સિવિલ હોસ્પિટમાં જનરલ સર્જનની ખાલી પડેલી જગ્યાને કારણે આજે પોલીસ વિભાગની ભરતી માટે ફિટનેસ સર્ટિફિકેટ માટે આવેલા 150 જેટલા ઉમેદવારોને આજે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે મોકલાતા ગરીબ આદિવાસીઓમાં રોષ સાથે ભારે કચવાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષોથી રાજપીપલાની સિવિલ હોસ્પિટલમાં તબીબોના અભાવે સારવાર શક્ય ન બનતા વડોદરા સયાજી હોસ્પિટલ રિફર કરાતા હતા.

પરંતુ માત્ર એક સર્ટિફિકેટ લેવા માટે પણ રાજપીપલાથી વડોદરાના ધક્કા ખાવાની નોબત આવતા સરકારની વ્યવસ્થા સામે નર્મદાવાસીઓમાં રોષ ફેલાયો છે.જોકે આ બાબતે સિવિલ ના આરએમઓને પૂછતાં તેમણે કેમેરા સામે બોલવાનો કહેવાનો ઇન્કાર કર્યો હતો અને તેવોએ જણાવ્યું હતું કે હું ઇન્ચાર્જ છું માટે હું કસું કહી નહીં શકું.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર