PM નું કાર્ટુન પોસ્ટ કરવું ભારે પડ્યું, મિતેશ પટેલ સામે ફરિયાદ, શું છે મામલો? જાણો

Mar 03, 2017 02:01 PM IST | Updated on: Mar 03, 2017 02:41 PM IST

નવી દિલ્હી #સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આપત્તિજનક કાર્ટુન પોસ્ટ કરતાં બબાલ મચી છે. ટ્વિટર પર આ આપત્તિજનક કાર્ટુન પોસ્ટ થતાં જ કોમેન્ટ વધતી ગઇ, જેને કારણે લખનૌમાં ગુસ્સે ભરાયેલા ભાજપી કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, કાર્ટુનથી દેશવાસીઓની લાગણી દુભાઇ છે.

ભાજપા પ્રવક્તા આઇપી સિંહે આ મામલે વિભૂતિખંડ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રદ્રોહ, આઇટી એક્ટ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમ સહિત અન્ય ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, કાર્ટુન મિતેશ પટેલ નામના કોઇ વ્યક્તિએ પોસ્ટ કર્યું છે અને તે આમ આદમી પાર્ટીનો નેતા છે.

આ બાબતે આઇપી સિંહે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, પીએમ પર આપત્તિજનક કાર્ટુન ટ્વિટર પર આમ આદમી પાર્ટીના નેતાએ પોસ્ટ કર્યું છે જે શરમજનક છે. આ માટે અમે ફરિયાદ નોંધાવી છે.

કેજરીવાલ ટીમે આ પણ વિચારવું જોઇએ કે સોશિયલ મીડિયા પર મહિલાઓ અને દિકરીઓ પણ હોય છે. પીએમ માત્ર ભાજપના જ નથી. આ ઘટનાથી આપ પાર્ટીની કુંઠીત માનસિકતા બહાર આવી છે.

બીજી તરફ સીઓ ગોમતીનગર સત્યસેન યાદવે કહ્યું કે, કાર્ટુનમાં વડાપ્રધાનને ઘણી ખરાબ રીતે રજુ કરવામાં આવ્યા છે. સાઇબર સેલ સહિત પોલીસે તપાસ હાથ ધરી છે કે આ કાર્ટુન કોણે અને ક્યાંથી પોસ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, આરોપી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ છે કે નહીં? એ અંગે પણ તપાસ કરાશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર