PM મોદી આજથી જર્મનીના પ્રવાસે,ભારતમાં રોકાણનું આપશે આમંત્રણ

May 29, 2017 11:27 AM IST | Updated on: May 29, 2017 11:27 AM IST

પીએમ મોદી આજથી 4 દેશના વિદેશ પ્રવાસે જવા રવાના થયા છે.જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાંસના પ્રવાસે પીએમ મોદી ગયા છે. પીએમ મોદી 6 દિવસ સુધી ભારતની બહાર રહેશે.પહેલા પીએમ જર્મનીની મુલાકાત લેશે જ્યા ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપશે.

મોદી ચાંસલર એગેલા માર્કેલને મળશે. દ્રિપક્ષિય સંબંધો પર ઔપચારિક વાતચીત પહેલા પીએમ માર્કેલ સાથે ડિનર કરશે. પીએમ જર્મની પ્રવાસ દરમિયાન ત્યાની કંપનીઓને ભારતમાં રોકાણ કરવા પ્રેરિત કરશે.

PM મોદી આજથી જર્મનીના પ્રવાસે,ભારતમાં રોકાણનું આપશે આમંત્રણ

જર્મનને વિશ્વાસ અપાવવો ચેલેન્જ

જર્મન અધિકારીઓનું કહેવું છે ભારતમાં રોકાણની સુરક્ષા અને ફાયદાને લઇ હજુ સુધી સ્પષ્ટ નથી થયુ અને આ સ્થીતીમાં રોકાણનો નિર્ણય કરી શકાય નહી. હવે પીએમ મોદી માટે જર્મન રોકાણકારોને વિશવાસ અપાવવો ચુનોકી હશે કે ભારતમાં રોકાણ કરશો તે પુર્ણ રીતે સુરક્ષીત રહેશે.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર