ચાર્વાકના બહાને પીએમ મોદીએ ભગવંત માનના 'રેડી' થવા પર ચૂટકી લીધી

Feb 07, 2017 05:33 PM IST | Updated on: Feb 07, 2017 05:33 PM IST

નવી દિલ્હી #સંસદમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન જવાબ આપતાં કોંગ્રેસ સહિત વિપક્ષોને આડે હાથ લીધા. તો સાથોસાથ પીએમ મોદીએ ચાર્વાકના બહાને આપના નેતા ભગવંત માનના પીવા પર ચૂટકી લીધી. પીએમની આ હરકતથી ઘડીકવાર સંસદમાં હાસ્યનું મોજુ રેલાયું હતું તો આપ સાંસદ લાલઘૂમ થયા હતા અને પીએમ મોદીએ સંસદની ગરીમાનું હનન કર્યાની રાવ વ્યક્ત કરી હતી. જોકે અધ્યક્ષાએ આ સાંસદના વિરોધને નજર અંદાજ કર્યો હતો.

LIVE: લોકસભામાં પીએમ મોદીએ શું કહ્યું? જાણો

ચાર્વાકના બહાને પીએમ મોદીએ ભગવંત માનના 'રેડી' થવા પર ચૂટકી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપતાં આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને પણ પોતાની લપેટમાં લીધા. સંસદમાં પીએમ મોદીએ પોતાના અંદાજમાં વિપક્ષોના આરોપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન એમણે કોંગ્રેસ રાજમાં દેશની સ્થિતિના બેહાલ બગડેલી અર્થવ્યવસ્થા સહિત મુદ્દે વિગતે વાત કરી હતી. ચાર્વાકના કથનનો ઉલ્લેખ કરતાં એમણે કહ્યું કે, યદા જીવેત સુખં જીવેત, ઋુણ કૃત્વા, ધૃતં પીવેત...એટલે કે જ્યાં સુધી જીવો સુખથી જીવો, ઉધાર લો અને ઘી પીવો.

આ લાઇન બાદ એમણે ભગવંત માન પર ચૂટકી લેતાં કહ્યું કે, એ જમાનામાં ઉધાર લઇને ઘી પીવાનો દોર હતો એટલા માટે ઘી કહેવાયું, ભગવંત માન હોત તો કંઇક બીજુ જ પીવા માટે કહેતા. પીએમનું આટલું જ કહેવું પુરતુ હતુ કે જાણે સંસદમાં જોરદાર હાસ્યનું મોજુ પ્રસરી ગયું હતું. જ્યારે ભગવંત માન પીએમની આ વાતથી ઉશ્કેરાઇ ગયા હતા. એમણે નારાજગી વ્યક્ત કરી પરંતુ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને એમને પીએમના ભાષણ દરમિયાન શાંત રહેવા કહ્યું.

ભગવંત માને પીએમ સામે આક્રોષ વ્યક્ત કરતાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સંસદની ગરીમા નીચે કરી છે. એવું લાગી રહ્યું હતું કે જાણે પીએમ મોદી લોકસભાને નહીં પરંતુ કોઇ જનસભાને સંબોધિત કરી રહ્યા હોય. એમને સ્પષ્ટ લાગી રહ્યું છે કે, તેઓ પંજાબમાં હારી રહ્યા છે અને એટલા માટે તેઓ આવી વાત કરી રહ્યા છે.

અહીં નોંધનિય છે કે, ભગવંત માનના રાજાપાટમાં ઘણા વીડિયો સામે આવ્યા છે. એમની પર સંસદમાં પણ નશો કરીને આવવાનો આરોપ લાગી ચૂક્યો છે. ત્રણ સાંસદોએ તો સ્પીકરને પત્ર લખીને પણ માંગ કરી હતી કે, માનને રિહેબિલિટેશન સેન્ટર મોકલવા જોઇએ કારણ કે તે લોકસભાના ખર્ચે ડ્રગ્સ અને દારૂનું સેવન કરી રહ્યા છે. આ પત્ર પ્રેમસિંહ ચંદુમાજરા, મહેશ ગિરી અને હરિંદર ખાલસાએ લખ્યો હતો. આ પહેલા ભગવંત માન સંસદની સુરક્ષા વ્યવસ્થાનો વીડિયો લેતાં પણ ચર્ચામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર