મેરઠમાં પીએમ મોદીનો હૂંકાર, યૂપીમાં ભાજપની લડાઇ SCAM વિરૂધ્ધ

Feb 04, 2017 03:44 PM IST | Updated on: Feb 04, 2017 03:51 PM IST

મેરઠ #ઉત્તરપ્રદેશમાં મેરઠમાં વિશાળ જનસભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન સામે જોરદાર હુમલો કર્યો, તેમણે કહ્યું કે, દાયકાઓથી આ બંને પાર્ટીઓ એક બીજા સામે આરોપ પ્રતિ આરોપ કરતી આવી છે પરંતુ આજે ચૂંટણી સાથે લડી રહી છે.

વડાપ્રધાને કહ્યું કે, યૂપીમાં ભાજપની લડાઇ SCAM વિરૂધ્ધ છે. SCAMનો અર્થ S એટલે સમાજવાદી પાર્ટી, C એટલે કોંગ્રેસ, A એટલે અખિલેશ અને M એટલે માયાવતી છે.

મેરઠમાં પીએમ મોદીનો હૂંકાર, યૂપીમાં ભાજપની લડાઇ SCAM વિરૂધ્ધ

તેમણે કહ્યું કે, રાજનીતિમાં આવું ગઠબંધન પહેલીવાર જોવા મળ્યું છે કે જે સવાર સાંજે બંને એકબીજાને ખતમ કરવાની તક શોધતા હતા એ આજે એકબીજાના ગળે લાગ્યા છે. કોંગ્રેસવાળા ગામે ગામ જઇને ઉત્તરપ્રદેશને કેવી રીતે લૂંટવામાં આવી રહ્યું છે. એ બતાવવા હતા રાતોરાત એવું તે શું થયું કે એકબીજાના ગળે લાગી ગયા?

પીએમ મોદીએ શું કહ્યું?

એ સમયે ગુલામી વિરૂધ્ધ લડાઇ હતી આજે ગરીબી સામે લડાઇ છે.

1857ના સ્વતંત્રતા સંગ્રામનું બ્યૂંગલ અહીંથી ફૂંકાયું હતું અને હું પણ મેરઠની ધરતીથી પરિવર્તનનું બ્યૂંગલ વગાડી રહ્યો છું

મેરઠ જ પશ્વિમી ઉત્તરપ્રદેશના વિકાસનો પ્રવેશ દ્વાર છે. પરંતુ મેરઠના હાલ શું છે?

હું યૂપીમાં કેટલું પણ સારૂ કરવા ઇચ્છુ પરંતુ અહીં અડચણ ઉભી કરનાર સરકાર રહેશે તો યૂપીનું કલ્યાણ ક્યારેય નહીં થાય.

હજુ ઉત્તરપ્રદેશનું કર્જ ચુકવવાનું બાકી છે. હજુ ઉત્તરપ્રદેશ માટે ઘણું કરવાનું બાકી છે.

તમે મને વડાપ્રધાન બનાવ્યો અને તમે મને જે કામ આપ્યું, અઢી વર્ષ થઇ ગયા મોદીના નામે કોઇ કલંક છે ખરૂ?

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર