વડનગરમાં વડાપ્રધાન, મેડિકલ કોલેજ અને હોસ્પિટલની આપી ગિફ્ટ

Oct 08, 2017 10:11 AM IST | Updated on: Oct 08, 2017 12:19 PM IST

વડનગર : વડાપ્રધાન બન્યા પછી આજે પ્રથમ વખત PM મોદી વહેલી સવારે વતન વડનગર પહોંચ્યા છે. તેમના આગમનને પગલે શહેરમાં દિવાળી પહેલાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ગાંધીનગરના રાજભવનથી સવારે મોદી નીકળ્યા હતા. તેઓ ખાસ હેલિકોપ્ટરમાં ગાંધીનગરથી વડનગર રવાના થયા હતા. અડધા કલાકથી ઓછા સમયમાં જ તેઓ વડનગર હેલિપેડ પર પહોંચ્યા હતા. હેલિપેડ પરથી તેમનો રોડ શો યોજાઈ રહ્યો છે.

#WATCH Live via ANI Facebook: PM Modi visits Hatkeshwar Temple in #Vadnagar #Gujarat https://t.co/s6NjZ0Ry3Q pic.twitter.com/8xOgRmbiDS

— ANI (@ANI) October 8, 2017

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી વડનગર હેલિકોપ્ટરમાં પહોચ્યા હતા. તેમના આગમનને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. તેઓ હેલિપેડ ઉતરીને સીધા હાટકેશ્વર મંદિર જવાના હતા. હેલિપેડથી હાટકેશ્વર મંદિર સુધી તેમનો રોડ શો યોજાઈ રહ્યો છે.

હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું લોકાર્પણ

વડનગરમાં નિર્માણ પામેલી મેડિકલ કોલેજ અને 300 બેડની હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે આવી રહેલા મોદીની સુરક્ષા માટે આગમનના 24 કલાક પૂર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જ્યારે વહિવટી તંત્ર ખડેપગે જોવા મળ્યું હતું.

બપોરે પછી મોદી ભરૂચ પાસેના ભડભૂત ગામે નર્મદા નદી પરના બેરેજ ઓવરનું શિલાન્યાસ કરનાર છે. આ સાથે વડાપ્રધાન સુરતના ઉધના સ્ટેશનેથી જયનગર બિહાર જનાર અંત્યોદય એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી બતાવશે. બપોર પછી ત્રણ વાગે મોદી વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે. છેલ્લાં 30 દિવસમાં મોદી ત્રીજીવાર ગુજરાત આવ્યા છે.

સુચવેલા સમાચાર