ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની આજથી ભુવનેશ્વરમાં બેઠક

Apr 15, 2017 09:35 AM IST | Updated on: Apr 15, 2017 09:35 AM IST

નવી દિલ્હી #ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય કાર્યકારિણીની આજથી ભુવનેશ્વરમાં બેઠક શરૂ થઇ રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના તમામ મોટા નેતાઓ હાજર રહેશે, પરંતુ આરોગ્યના કારણોસર વિદેશ મંત્રી સુષમા સ્વરાજ હાજર રહી શકે એમ નથી.

આ બેઠકમાં 13 રાજ્યના મુખ્યમંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી સહિત 300થી વધુ નેતાઓ હાજર રહેવાની સંભાવના છે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ બેઠકમાં ભાગ લેવાના છે. પીએમ મોદી આ બેઠકમાં શનિવારે સાંજે 3 વાગે પહોંચશે.

ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની આજથી ભુવનેશ્વરમાં બેઠક

આ પહેલા શુક્રવારે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ ભુવનેશ્વર આવી પહોંચ્યા હતા.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર