સુરતમાં મોદીનું શાહી સ્વાગત,24કલાકમાં કરશે 4સભા,યુપી બાદ વતન પર નજર

Apr 16, 2017 07:05 PM IST | Updated on: Apr 16, 2017 07:15 PM IST

પીએમ નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન થયું છે. સુરત એરપોર્ટ પર મોદી આવી પહોચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું છે. સીએમ રૂપાણી.ડે.સીએમ નીતીન પટેલ પુર્વ સીએમ આનંદીબહેન પટેલ સહિત એરપોર્ટ પર સ્વાગત કરવા પહોચ્યા છે. 24 કલાકમાં પીએમ મોદી ગુજરાતમાં ચાર સભા સંબોધવાના છે.યુપીમાં મહાજીત પછી હવે ગુજરાત વિધાનસભા ચુંટણી પર ભાજપની નજર છે.

modi4

સુરતમાં મોદીનું શાહી સ્વાગત,24કલાકમાં કરશે 4સભા,યુપી બાદ વતન પર નજર

રોડ શો થવાનો હોવાથી સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

જીતુ વાઘાણી પણ હાજર રહ્યા છે. સુરતમાં બાઇક રેલી સાથે પીએમ મોદી સર્કિટ હાઉસ પહોચશે.

યુપી બાદ હવે ભાજપની વતન પર નજર છે. ભાજપે શક્તિ પ્રદર્શન કર્યુ છે. મહાઅભિયાન પર મોદી છે.

modi5

PM મોદી 16-17 એપ્રિલે ગુજરાતના પ્રવાસે

પીએમનું 16 એપ્રિલે સુરતમાં થશે આગમન

સાંજે 6:45 કલાકે સુરત એરપોર્ટ પર આગમન

સાંજે 7 કલાકે સુરત ડુમસ રોડ પર 12 કિલોમીટર લાંબો રોડ-શો

રાત્રે 8 કલાકે સર્કિટ હાઉસમાં સ્થાનિક આગેવાનો સાથે એક કલાક બેઠક

રાત્રે 9 કલાકે સર્કિટ હાઉસમાં જ ડિનર, ત્યારબાદ રિઝર્વ

modi6

સોમવારનું શિડ્યુલ

સવારે 8:50 કલાકે સર્કિટ હાઉસથી બાય રોડ કિરણ હોસ્પિટલ જવા રવાના

સવારે 9 કલાકે કિરણ હોસ્પિટલના ઉદ્દઘાટન સમારોહમાં હાજરી

સવારે 9:20 કલાકે હોસ્પિટલ નજીક જાહેરસભાને સંબોધન

10:15 કલાકે કતારગામથી બાયરોડ ઈચ્છાપોર જવા રવાના

સવારે 10:35 કલાકે ઈચ્છાપોરમાં ડાયમંડ યુનિટનું ઉદ્દઘાટન કરશે

સવારે 10:45 કલાકે ઈચ્છાપોરથી એરપોર્ટ જવા રવાના થશે

સવારે 11 કલાકે હરેક્રિષ્ણ એક્સપોર્ટથી સુરત એરપોર્ટ પહોંચશે

સવારે 11:10 કલાકે સુરત એરોપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વ્યારા હેલિપેડ

સવારે 11:45 કલાકે વ્યારા હેલિપેડથી મોટરમાર્ગ બાજીપુરા પહોંચશે

બપોરે 12 કલાકે બાજીપુરામાં સુમુલ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ, જાહેરસભા

બપોરે 1:30 કલાકે ભરત વ્યારાથી સેલવાસ હેલિકોપ્ટર દ્વારા પહોંચશે

બપોરે 2 કલાકે દાદરાનગરના સેલવાસમાં જાહેરસભાને સંબોધન

બપોરે 3:30 કલાકે સેલવાસથી હેલિકોપ્ટર દ્વારા બોટાદ જવા રવાના

બપોરે 4:30 કલાકે બોટાદ હેલિપેડ ખાતે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત

સાંજે 5 કલાકે બોટાદમાં કૃષ્ણ સાગરમાં સૌની યોજનાનું લોકાર્પણ

સાંજે 6:15 કલાકે બોટાદથી હેલિકોપ્ટર દ્વારા ભાવનગર એરપોર્ટ જશે

સાંજે 7 કલાકે ભાવનગર એરપોર્ટથી પરત દિલ્હી જવા રવાના થશે

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર