ભારતને વિકાસના શીખર પર લઇ જવું છેઃનરેન્દ્ર મોદી

May 26, 2017 12:21 PM IST | Updated on: May 26, 2017 12:22 PM IST

આસામના ઢોલાથના તિનસુકિયાથી પીએમ નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધન કરતા કહ્યું હતું કે, જે સમયની રાહ જોતો હતો તે આવી ગયો છે, આજે ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.વાજપેયજીની સરકાર હોત તો 10 વર્ષ પહેલા પુલ બન્યો હોત. સરકાર બદલાવવાથી કામમાં અડચણો આવી.

modi23 modi24

ભારતને વિકાસના શીખર પર લઇ જવું છેઃનરેન્દ્ર મોદી

પાંચ વર્ષથી રાહ જોઇ રહ્યો હતો તે પુલ અત્યારે તૈયાર થઇ ગયો છે. અટલજીના સપનાને 3 વર્ષમાં પુર્ણ કર્યું છે. દેશનો સૌથી લાંબો પુલ ગૌરવનો વિષય છે. દેશને ગતિ આપવા ઇન્ફાસ્ટ્રક્ચર જરૂરી છે. દેશના સપનાને પુર્ણ કરવા પ્રયાસ કરુ છું.આસામ-અરુણાચલને જોડતા પુલથી ખેડૂતો માટે નવા માર્ગ ખુલશે.

પુલથી નવી અર્થક્રાંતિની શરૂઆત થઇ છે. આસામથી જ જળ પરિવહનનો નવો અધ્યાય શરૂ થશે. ભારતને વીકાસના શીખર પર લઇ જવું છે. જળમાર્ગને બળ આપવાની દિશામાં પ્રયાસ ચાલુ છે. પુર્વ ભારતને તાકાત મળતા ચમત્કાર કરી શકીએ છીએ. નોર્થ-ઇસ્ટને હિન્દુસ્તાનના દરેક ખુણા સાથે જોડીશું.નોર્થ-ઇસ્ટ રેલવેને પ્રાર્થમિકતા અપાશે. આગામી દિવસોમાં અમારા કામનું પરિણામ જોવા મળશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર