નોટબંધીથી પણ મોટો નિર્ણય લેવાના મૂડમાં છે પીએમ મોદી, બધા દળોને કરી સાથ આપવાની અપીલ

Feb 07, 2017 07:46 PM IST | Updated on: Feb 07, 2017 07:46 PM IST

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાના જવાબ આપતા એકવાર ફરી લોકસભા અને વિધાનસભાઓની ચુંટણી એક સાથે કરવા પર બધા રાજનીતીક દળો સાથે ચર્ચા કરવા અપીલ કરી છે. પીએમએ કહ્યુ કે ચુટણીને લીધે ભારત જેવા ગરીબ દેશ પર આર્થિક બોજ વધે છે. અને સુરક્ષા દળોની કામગીરી વધે છે. એટલા માટે બધાએ આ વિષય પર વિચાર કરવો જોઇએ.

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાના જવાબ આપતા મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિજીએ આપણે બધાને આહવાન કર્યુ છે કે લોકસભા, વિધાનસભા ચુંટણીને એક સાથે કરાવવા પર વિચાર કરવાનો સમય આવી ગયો છે. દરેકને થોડુ નુકસાન થશે પરંતુ રાજનીતિક તરાજૂ પર તોલ્યા વગર ગંભીરતાથી બધાએ વિચારવું જોઇએ. મોદીએ કહ્યુ કે દરેક વર્ષે 4-5 ચુંટણી થાય છે. અધ્યાપકોને લગાડવા પડે છે. શિક્ષણને નુકશાન થાય છે. ખર્ચો પણ વધી જાય છે. 2009ના લોકસભા ચુંટણીમાં 11 કરોડ રૂપિયા ખર્ચ જ્યારે 2014માં 4000 કરોડથી વધુ ખર્ચ થયો છે.

નોટબંધીથી પણ મોટો નિર્ણય લેવાના મૂડમાં છે પીએમ મોદી, બધા દળોને કરી સાથ આપવાની અપીલ

તેમણે કહ્યુ કે ગરીબ દેશ પર જેટલો બોજો પડે છે તેટલા દુશ્મન દેશો આપણા દેશ પર સાજીસ કરે છે. આ સાથે આતંકવાદ, પ્રાકૃતિક આપદાઓના કારણે સુરક્ષા દળો સામે ચુનોતી છે. આ સ્થિતીમાં પણ ચુંટણીઓમાં મોટા સ્તરે લગાડવા પડે છે.

પીએમએ કહ્યુ કે કોઇ એક પાર્ટી આવું નથી કરી શકતી, સરકાર તો કરી જ ન શકે. આપણે સાથે આવીને રસ્તો શોધવો પડશે. તેમણે કહ્યુ રાષ્ટ્રપતિના આ સુજાવને આગળ વધારવો જોઇએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર