પાટણઃઅબીલ ગુલાલ સાથે વિજેતા સરપંચોના વિજય ઉત્સવ

Apr 11, 2017 12:47 PM IST | Updated on: Apr 11, 2017 12:47 PM IST

પાટણઃ જીલ્લામાં ૨૪૭ ગ્રામ પંચાયતો ની ચુંટણી જાહેર થયા બાદ ૧૦ ગ્રામ પંચાયતો માં કોઈ કારણો સર ચુંટણી મુલતવી રાખવામાં આવી હતી ત્યારે ૬૪ ગ્રામ પંચાયતો સમરસત જાહેર થયા બાદ ૧૭૦ ગ્રામ પંચાયતો ના સરપંચ માટે 8 એપ્રિલ ના રોજ મતદાન યોજાયું હતું.

sarpanch1

પાટણઃઅબીલ ગુલાલ સાથે વિજેતા સરપંચોના વિજય ઉત્સવ

જેમાં જીલ્લા માં ૮૦.૭૭ ટકા મતદાન થવા પામ્યું હતું ત્યારે આજે જીલ્લા ના નવ તાલુકા ની ૧૭૦ ગ્રામ પંચાયતો ના સરપંચ માટે થયેલ મતદાન ની તાલુકા મથક તેમજ સરકારી શાળાઓ અને કોલેજો સહીત મામલતદાર કચેરીઓ માં સવારે 9 વાગે ઉમેદવાર ની ઉપસ્થિતિ માં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરી શરુ થવા પામી છે ત્યારે હાલ માં બે કલાક માં જીલ્લા ની ૧૭૦ ગ્રામ પંચાયતો પૈકી ૪૦ જેટલી ગ્રામ પંચાયતો ના વિજેતા સરપંચો જાહેર થઇ જવા પામ્યા છે.

ત્યારે મતદાન મથકો બહાર વિજેતા સરપંચો જાહેર થતા ની સાથે સરપંચો નું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે ક્યાંક અબીલ ગુલાલ સાથે વિજેતા સરપંચો ના વિજય ઉત્સવ મનાવી જીત ની ખુશી જાહેર કરી રહ્યા છે અને હાલ માં જીલ્લા ના તમામ મથકો પર શાંતિ પૂર્ણ માહોલ માં પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહી છે.

વલસાડઃવલસાડ જિલ્લાની 28 ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણી ના આજે પરિણામ જાહેર થયા હતા.મતગણતરી કેન્દ્ર પર સવાર થીજ પરિણામો જાણવા ઉમેદવારો ના સમર્થકો ઉમટી પડ્યા હતા.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મતગણરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો..પરિણામો જાહેર થતા જ વિજેતા ઉમેદવારો ના સમર્થકો ઉત્સાહ થી પરિણામો વધાવી રહ્યા હતા.

પરીણામો જાહેર થતાં જીતેલાં ઉમેદવારો નો ઉત્સાહ બેવડાયેલો જોવા મળ્યો

દાંતા તાલુકા માં 30 જુને મુદ્દતપુર્ણ થતી સ્થાનિક સ્વરાજ્ય ની યોજાયેલી સામાન્ય ચુંટણીઓ ની મતગણતરી આજે દાંતા તાલુકા મથકે યોજવામાં આવી હતી. જેને લઇ ઉમેદવારો સહીત મતદારોને શુભેચ્છકો નો ભારે મેળાવળો જોવા મળ્યો હતો. અને તેમાં પણ ખાસ કરી ને યાત્રાધામ અંબાજી ની ગ્રામ પંચાયત નાં ચુંટણી પરીણામો પર લોકો ની નજર અડગ બની હતી. રસાકસી ભર્યા પ્રચાર અને મતદાન પુર્ણ થયાં બાદ આજે મતગણતરી પુર્વે ઉમેદવારો નાં જીવ તાળવે ચોટ્યા હતા. અને જેમ જેમ પરીણામો જાહેર થતાં જીતેલાં ઉમેદવારો નો ઉત્સાહ બેવડાયેલો જોવા મળ્યો હતો. ને લોકો એ ઉત્સાહ ભેર વધાવતા પણ નજરે પડ્યાં હતા. જ્યારે હારેલાં ઉમેદવારો માં પણ ભારે નિરાશા જોવા મળી હતી. જ્યારે આ વખતે સરપચ તરીકે અગાઉ 20 વર્ષ સરપંચ તકીકે સેવા આપી ચુકેલા રામઅવતાર અગ્રવાલ ને લોકો એ ફરી થી ચુંટી વિજયી બનાવ્યા છે 

ડભોઈમાં ગ્રા.પંચાયતોના પરિણામ જાહેર

કુવરપુરામાં સંગીતા બેન સરપંચ તરીકે જાહેર

અકોટીમાં જશોદાબેન સરપંચ તરીકે જાહેર

સેલવાણામાં અશોકભાઈ સરપંચ તરીકે જાહેર

સિમડીયામાં રમણભાઈ સરપંચ તરીકે જાહેર

કુકરના રતમબેન દિપકભાઈ રાણા જાહેર

 

સુચવેલા સમાચાર