સુરતમાં બાળકને ગોંધી રાખ્યાના પડઘા ગાંધીનગરમાં પડ્યા,શિક્ષણમંત્રીએ કહ્યુ-શાળા સામે થશે કાર્યવાહી

Apr 12, 2017 05:31 PM IST | Updated on: Apr 12, 2017 07:21 PM IST

સુરતમાં બાળકને ગોંધી રાખવાનો મામલો સામે આવ્યા પછી શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પ્રતિક્રિયા આપતા કહ્યુ હતું કે,બાળક કોઈ ગ્રાહક નથી.આ પ્રકારની ઘટનાઓથી બાળકના કુમળા માનસ પર અસર પડે છે.આવી શાળાઓ સામે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે.

તાજેતરમાં  ગુજરાત સરકાર ધ્વારા રાજયની તમામ શાળાઓને એક જ ફી નિયમ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સુરતની એક ખાનગી શાળા ધ્વારા તાજેતરમાં એક વિદ્યાથીને ફી બાકી હોવાના કારણે તેને શાળાના  છુટયાના સમય પછી પણ બાળકને સ્કુલમાં ગોધી રાખવામાં આવ્યો હતો. તથા પ્રિન્સિપાલ તરફથી વાલીને ફોન પર કહ્યુ હતુ. કે શાળાની બાકીની ફ્રી ભરી જા અને તમારુ બાળક ધરે લઇ જાવ જો કે શાળાની આ પ્રકારની નફટાઇના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે.

તો બીજી બાજુ આ વાતના પડધા ગાંધીનગર શિક્ષણ પ્રધાનની કાર્યલાય સુધી પહોચ્યા છે. અને શિક્ષણ મંત્રીએ પણ આ ઘટનાને ગંભીરતાથી જોઇએ શાળા વિરુધ્ધ સખત પગલા ભરવાના આદેશ શિક્ષણ વિભાગને  આપ્યા છે. તથા શિક્ષણ પ્રધાને આ મામલે જણાવ્યુ હતુ કે શાળાને વિદ્યાથીઓ પાસેથી શાળાની ફી લેવાની બાકી નિકળતી હોય તો શાળા વાલીઓને જાણ કરીને ફી ભરવાનો અનુરોધ કરે પરતુ કોઇ બાળકને શાળાઓમાં આવી રીતે ગોંધી રાખવાથી બાળકના માનસ પર ખરાબ અસર પડે અને  ગુજરાત સરકારનુ શિક્ષણ વિભાગ ક્યારેય વિદ્યાથીઓને પડતી તકલીફો ચલાવી લેશે નહી.

શું હતો મામલો જાણો

સુરતના અલથાણ વિસ્તારમા રહેતા વિપુલ બારૈયાનો દિકરો ઉમરા વિસ્તારમા આવેલી પી.આર.ખાટીવાલા શાળામાં સીનીયર કે.જીમા અભ્યાસ કરે છે. વિપુલભાઇને હાલ પરિસ્થિતિ ન હોય જેને કારણે તેના પુત્રની રૂ.16 હજાર ફી ભરવાની બાકી હતી.આચાર્યએ શાળા છૂટયા બાદ પણ આ બાળકને કલાસમા ગોંધી રાખ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર