પેટ્રોલમાં લીટરે 2.16, ડિઝલમાં 2.10 રૂપિયાનો ભાવ ઘટાડો

May 16, 2017 09:50 AM IST | Updated on: May 16, 2017 09:50 AM IST

વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે. જેનો ગઇકાલે રાતથી જ અમલ થઇ ચુક્યો છે. પેટ્રોલના લીટરદીઠ  2.16 અને ડિઝલમાં રૂપિયા 2.10નો ઘટાડો કરાયો છે. જે ગઇકાલે મધરાતથી લાગુ કરી દેવાયો છે. ઓઇલ કંપનીઓએ જણાવ્યું હતું કે તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા ઘટાડા તેમ જ ડોલર સામે રૃપિયો મજબૂત બનતાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઓઈલ કંપનીની આ જાહેરાત બાદ દિલ્હીમાં પેટ્રોલની લીટરની કિંમત 68.09 હતી તે ઘટીને  65.32 રૂપિયા થઈ ગઈ છે. ડીઝલનું મૂલ્ય ઘટીને 54.90 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. જ્યારે તેનો પહેલાનો ભાવ 57.35 રૂપિયા પ્રતિ લીટર હતું.

પેટ્રોલમાં લીટરે 2.16, ડિઝલમાં 2.10 રૂપિયાનો ભાવ ઘટાડો

સુચવેલા સમાચાર