અમદાવાદના પ્રેમી યુગલનો પાવાગઢની હોટલમાં આપઘાત

May 04, 2017 04:56 PM IST | Updated on: May 04, 2017 04:56 PM IST

અમદાવાદના ગોમતીપુર વિસ્તારના યુવક-યુવતિ પાવાગઢ ખાતે એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા જ્યાં તેમણે બંનેએ સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનું મનાઇ રહ્યું છે.

પાવાગઢ ખાતે આવેલ ગુજરાત ગેસ્ટ હાઉસમાં ગત તા ૨-૫-૧૭ ના રોજ ગોમતીપુર અમદાવાદથી આવેલા યુવક યુવતી રોકાયા હતા. દરમિયાન આજે બપોરે તેઓએ ગેસ્ટ હાઉસના માણસ પાસે જમવા તેઓના રૂમમાં આપી જવા માટે જણાવ્યું હતું. ગેસ્ટ હાઉસના વ્યક્તિ દ્વારા જમવાનું લઈને રૂમમાં જતા રૂમનો દરવાજો અંદરથી બંધ હોઈ વેઈટર દ્વારા બુમ પાડવા છતાં પણ દરવાજો કોઈ એ ના ખોલતા આ બાબતની જાણ ગેસ્ટ હાઉસના માલિકને કરવામાં આવતા માલિકે દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો.

અમદાવાદના પ્રેમી યુગલનો પાવાગઢની હોટલમાં આપઘાત

અંદરનું દ્રશ્ય જોઇ સૌ હેબતાઇ ગયા હતા બંને યુવક યુવતીના મૃતદેહ ગળે ફાંસો લગાવી રૂમના પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. જે બાબતની જાણ ગેસ્ટ હાઉસના માલિક દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ એ ગેસ્ટ હાઉસ પહોંચી હતી.

નોધનીય છે કે આપઘાત કરનાર સંજય કિરણભાઈ રાવળ અને કલાવતી સોહનકુમાર પ્રજાપતિ બંને અમદાવાદના ગોમતીપુરના રહેવાસી હતા અને તેઓ વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ બંનેના લગ્ન પરિવારજનો દ્વારા અન્ય જગ્યાએ નક્કી કરવામાં આવતા બંને પ્રેમી યુવક યુવતી પાવાગઢ જઇ આપઘાત કરી લીધો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર