પુર્વ સાંસદ રાજકિય ઇસારે પાટીદારોને ફસાવે છેઃમહેસાણામાં ન્યાય માટે પાટીદારોની રેલી

Apr 24, 2017 05:35 PM IST | Updated on: Apr 24, 2017 07:10 PM IST

મહેસાણામાં જયંતિ બારોટના કોટેજને નુકશાન કરાયા મામલે બકા પટેલને દ્રેશભાવ રાખી ખોટી રીતે ફસાવાયો હોવાથી ન્યાયની માંગ સાથે આજે મહેસાણા જિલ્લાના પાટીદારોએ રેલી યોજી જીલ્લા વહીવટી તંત્રને આવેદન આપ્યું હતું. પાટીદારોની રેલીમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ પણ જોડાયા હતા.  બકા પટેલ પર હાલ કેસ ચાલતા તેને સાબરમતી જેલમાં રખાયો છે.આખરે પાટીદારો અને પૂર્વ સાંસદ જયંતિભાઈ બારોટ સામે જામેલો આ જંગ રાજકીય છે કે આંતરિક એ પણ નક્કી કરવું હાલ તો મુશ્કેલ બન્યું છે ત્યારે બકાભાઈ પટેલ પર થયેલી ફરિયાદ સાચી કે ખોટી તે અંગે ચર્ચાઓ એ હાલમાં તો પવન પકડ્યો છે.

મહેસાણામાં સેફરોની રિસોર્ટ ખાતે આવેલ જયંતિભાઈ બારોટના કોટેજને  સળગાવી દઈ તોડફોડ કરી લુંટની ઘટના બની હતી.જે સંદર્ભે પૂર્વ સાંસદ જયંતિ ભાઈ બારોટના પુત્ર રજનીભાઈ બારોટએ પોલીસને જાણ કરી ફરિયાદની કાર્યવાહી કરેલ હતી. ત્યારે ફરિયાદને આધારે પોલીસે મહેસાણામાં રહેતા બકાભાઈ પટેલ નામે ઓળખાતા યુવકને જડપી લઇ કાર્યવાહી કરી હતી.

જેનો વિરોધ દર્શાવતા પાટીદાર સમાજ દ્વારા આ બકાભાઈને વિરુદ્ધ રાજકીય વગથી ખોટી રીતે ફરિયાદ કરી તેમને જેલમાં પુરતા તેમને મુક્ત કરાવવા અને ખોટી ફરિયાદ પાછી લેવાની માંગ સાથે શહેરમાં બેનરો લગાવી લાલજી પટેલ સહીત પાટીદાર આગેવાનો દ્વારા મોટીસંખ્યામાં મહેસાણાના પરા વિસ્તારમાંથી વિશાળ રેલી યોજી જિલ્લના અધિક કલેકટર રમેશ મેરજાને આવેદન પત્ર આપી ન્યાય અપાવવા રજૂઆત કરાઈ હતી.

કયા મુદ્દે મામલો વકર્યો?

મહેસાણામાં રહેતા બકા ભાઈ પટેલ અને જયંતીભાઈ બારોટ વચ્ચે સેફ્રોની ખાતે આવેલા આ કોટેજને લઇ આગાઉ મિલકત વેચાણ થઇ હતી અને એનો આ ડખો હોવાનું પણ પાટીદાર સુત્રો દર્શાવી રહ્યા છે. સાથે જ જયંતીભાઈ બારોટ ભાજપી હોઈ હાલ રાજકીય વગનો ઉપયોગ કરી બકાભાઈ પટેલને ખોટી રીતે હેરાન કરી પાટીદારને અન્યાય કરી રહ્યાનું જણાવી રહ્યા છે.

મહેસાણા શહેરમાં આ સમય બેનર બાજીનો માહોલ પણ પાટીદારો અને જયંતિ બારોટના ગ્રુપ દ્વારા જોવા મળ્યો હતો બંને ગ્રુપો દ્વારા મહેસાણામાં જાહેર જગ્યાઓ પર બેનરો લગાવી એક તરફ પાટીદારો બકાભાઈ પટેલને નિર્દોષ બતાવે છે તો જયંતિ બારોટના સૂત્રો  ઘટના સ્થળના ફોટા સાથે બકાભાઈ પટેલને દોષિત હોવાનું ગણાવી રહ્યા છે.

 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર