નોટબંધી બાદ હવે નિતિશ કુમાર મહિલાઓ મામલે મોદી સરકારને આપશે સાથ

Mar 09, 2017 10:24 AM IST | Updated on: Mar 09, 2017 10:24 AM IST

નવી દિલ્હી #બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે કેન્દ્રની મોદી સરકારને સંસદમાં મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવા માટે અપીલ કરી છે. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે બોલતાં તેમણે કહ્યું કે, મહિલાઓને વધુ સશક્ત કરવાની હજુ જરૂર છે અને સરકાર આ અંગે વિધેયક ઝડપથી લાવે એ જરૂરી છે.

તેમણે એલાન કર્યું કે, જેડીયૂ આ વિધેયકનું સમર્થન કરશે. જેડીયૂ પ્રારંભથી જ આ વિધેયકનું સમર્થક રહ્યું છે. અમે તો દેશમાં સૌથી પહેલા બિહારમાં મહિલાઓને 50 ટકા આરક્ષણ આપ્યું છે. એટલું જ નહીં સરકારી નોકરીઓમાં પણ 35 ટકા અનામત આપ્યું છે.

નોટબંધી બાદ હવે નિતિશ કુમાર મહિલાઓ મામલે મોદી સરકારને આપશે સાથ

બિહારના સીએમ નિતિશ કુમારે કહ્યું કે, જેડીયૂ અલગ પ્રકારની પાર્ટી છે. જે રાજકીય ગતિવિધિઓની સાથે સામાજિક અભિયાનમાં પણ વિશ્વાસ રાખે છે. એમણે મહિલાઓને દારૂબંધી અને નશામુક્તિ બાદ બેટી બચાવો અભિયાન ચલાવશે અને ઘરે ઘરે જઇને મહિલાઓને આ અંગે જાગૃત કરશે.

તેમણે કહ્યું કે, કેટલાક લોકો આજે પણ પુત્રને લઇને જેટલા ઉત્સાહિત છે એની સરખામણીએ પુત્રીઓને એટલું મહત્વ આપતા નથી. બિમાર પડતાં પુત્રોની સારવાર માટે પરિવાર ઉત્સાહ બતાવે છે પરંતુ પુત્રીઓની સારવાર માટે એટલો ઉત્સાહ નથી બતાવાતો. સમાજમાં બદલાવની જરૂર છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર