મોદીને ટક્કર આપવા માટે મહાગઠબંધન જરૂરી, નિતિશકુમાર છે વિકલ્પ: જેડીયૂ

Mar 17, 2017 01:51 PM IST | Updated on: Mar 17, 2017 01:51 PM IST

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બસપાની કરારી હાર બાદ ફરી એકવાર નિતિશકુમારને આગામી વડાપ્રધાન તરીકે જાહેર કરવાની માંગ તેજ બનવા લાગી છે. જેડીયૂના નેતા એકસૂરમાં નિતિશકુમારને આગામી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.

જેડીયૂના પ્રવક્તા સંજય સિંહે કહ્યું કે, જ્યાં સુધી દેશના તમામ રાજકીય પક્ષો ભાજપને હરાવવા માટે એક મંચ પર નહીં આવે ત્યાં સુધી વડાપ્રધાન મોદીને કરાવવા નથી. જો માયાવતીએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન સાથે હાથ મીલાવ્યો હોત તો ત્યાં સ્થિતિ કંઇક અલગ હોત.

મોદીને ટક્કર આપવા માટે મહાગઠબંધન જરૂરી, નિતિશકુમાર છે વિકલ્પ: જેડીયૂ

જેડીયૂના નેતા વિનોદ કુમાર યાદવ અને વશિષ્ઠ નારાયણ સિંહનું કહેવું છે કે નિતિશ કુમાર જ પીએમ મોદીને ટક્કર આપી શકે એમ છે અને આ અભિયાનમાં સૌએ સાથ આપવો જોઇએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર