કાલથી રીએન્ટ્રી!,હાર્દિક-કેશુભાઇની બેઠક સર્જશે રાજકીય ભૂકંપ?

Jan 16, 2017 11:24 AM IST | Updated on: Jan 16, 2017 12:09 PM IST

અમદાવાદઃછ મહિનાથી ગુજરાત બહાર રાજદ્રોહના ગુનામાં શરતી જામીન પર રહેતો હાર્દિક પટેલ હવે આવતી કાલે એટલે કે 17મી જાન્યુઆરીએ પુનઃ ગુજરાતમાં પ્રવેશ કરશે. હાર્દિકને આવકારવા તેના ભવ્ય સ્વાગતની તૈયારીઓ પાટીદારો કરી ચુક્યા છે. ત્યારે અનામતની માંગ સાથે પાટીદારોનું આંદોલન ફરી વેગવંતુ બની શકે છે.

તો હાર્દિકની એન્ટ્રી પહેલા જ સુત્રોનું કહેવું છે કે  આવતીકાલે હાર્દિક પટેલ ગુજરાત પ્રવેશ પછી હિંમતનગર સભા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે બેઠક કરશે. ત્યારે કેશુભાઇ પટેલ સાથેની બેઠક આવનારા સમયમાં ગુજરાતમાં રાજકીય ભૂકંપ સર્જી શકે તેવું રાજકીય સુત્રો માની રહ્યા છે.

કાલથી રીએન્ટ્રી!,હાર્દિક-કેશુભાઇની બેઠક સર્જશે રાજકીય ભૂકંપ?

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સૌરાષ્ટ્રના કદાવર નેતા હતા તેમજ પાટીદારો પર તેમનું પ્રભુત્વ છે. ત્યારે હાર્દિક પટેલ પણ પાટીદારોની અનામતની માગને ઉઠાવીને લેઉવા તેમજ કડવા પાટીદારોને એક તાંતણે બાંધવામાં સફળ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં હાર્દિક પટેલ તેમજ કેશુભાઇ સાથે મળીને પાટીદારોની એકતાના સહારે રાજકીય ઉથલ-પાથલ કરી શકે છે.આવતીકાલે સાંજે 5 કલાકે હાર્દિક અને કેશુભાઇ પટેલ વચ્ચે બેઠક યોજાશે.સુત્રોનું કહેવું છે કે અનામત સહિત વિવિધ મુદ્દે બેઠકમાં ચર્ચા થશે.હાર્દિક પટેલ 20મીએ લખતરમાં સભાને સંબોધવાનો છે.

તો હાર્દિક પટેલે ઇટીવીને આપેલા ઇન્ટરવ્યુંમાં પણ કહી ચુક્યો છે કે આગામી સમયમાં અનામતની માગ ચાલુ રખાશે તેમજ ગામડે ગામડે ફરી દરેક સમાજ સાથે હાર્દિક મુલાકાત કરશે.

જો કે પાસ કન્વીનર દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલની ગુજરાત વાપસીની તૈયારીઓને લઇ પત્રકાર પરિષદ યોજી કહ્યું હતુંકેગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધાશે.કેશુભાઈ સાથે બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આશીર્વાદ લેવાનો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર