મને જેલમાં મોકલવા રાજકીય ષડયંત્ર કરાયુંઃદિનેશ બાંભણીયા

Mar 22, 2017 05:53 PM IST | Updated on: Mar 22, 2017 05:53 PM IST

રાજકોટઃ રાજકોટના ભક્તિનગર પોલીસમાં પાસ કન્વીનર દિનેશ બાંભણીયા વિરુધ નોંધાયેલ ૧,૯૭,૦૦૦૦૦ લાખની છેતરપીંડી મામલે ભક્તિનગર પોલીસે માઉન્ટ આબુના દેલવાડા ગામેથી દિનેશ બાંભણીયાની તેમજ રાજેશ ઉમરેટીયાની ધરપકડ કરી છે. મંગળવારે મોડી રાત્રે ભક્તિનગર પોલીસ બંને આરોપીને માઉન્ટ આબુથી લઇને રાજકોટ પહોચી હતી.

પોલીસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છેકે ફરિયાદમાં કેટલાક બેંક કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું નોંધાવાયું હતું ત્યારે આ મામલે પણ પોલીશ દિનેશ બાંભણીયાની કડક પૂછપરછ કરી તપાસ હાથ ધરશે. આ તકે દિનેશ બાંભણીયા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના સામે થયેલ ફરિયાદ ખોટી છે તેમજ રાજકીય ષડયંત્ર લઇને તેની ધરપકડ થઇ છે.

મને જેલમાં મોકલવા રાજકીય ષડયંત્ર કરાયુંઃદિનેશ બાંભણીયા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર