રંગોનો ઉત્સવ, ડીજેના નાદ સાથે ભાજપ કાર્યકરોએ ધૂળેટી મનાવી

Mar 13, 2017 11:48 AM IST | Updated on: Mar 14, 2017 12:17 AM IST

પાટણ #યુપીમાં કમળ ખીલતા સમગ્ર દેશમાં ભાજપ દ્વારા બેવડી ખુશી ને લઇ વિજયોત્સવ સાથે ધૂળેટીનો તેહવાર ઉજવી રહ્યા છે ત્યારે પાટણ જીલ્લા યુવા મોરચા દ્વારા પણ શહેર ના બગવાડા દરવાજા ખાતે ડીજે ના નાદ સાથે યુપી માં ભાજપ ની જીત અને ધૂળેટી ના તેહવાર ની ઉત્સાહ ભેર ઉજવણી નું આયોજન કર્યું હતું.

જેમાં જીલ્લા યુવા મોરચા ના કાર્યકરો સહીત શહેર ભાજપ સમિતિ પણ જોડાઈ હતી અને ડીજે ના નાદ સાથે રંગો થી એકબીજા ને કલર લગાવી અભિનદન સાથે ધૂળેટી ની ઉજવણી કરી હતી અને સમગ્ર વાતાવરણ અબીલ ગુલાલ ના રંગો થી છવાઈ જવા પામ્યું હતું તો ઉત્સાહ ભેર ધૂળેટી ની ઉજવણી ની સાથે ગરબે ઘૂમી  તેમજ ડાન્સ કરી ભાજપ ના ભગવો લેહરાયો તેની ખુશી જાહેર કરી હતી

રંગોનો ઉત્સવ, ડીજેના નાદ સાથે ભાજપ કાર્યકરોએ ધૂળેટી મનાવી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર